Union
Budget 2023

Highlights

Home /News /gujarat /Gujarat Election 2022 Voting Live: બહુ કરી! પોતાને જ મત નહીં આપી શકે આટલા ઉમેદવારો, કારણ જાણીને લાગશે નવાઈ

Gujarat Election 2022 Voting Live: બહુ કરી! પોતાને જ મત નહીં આપી શકે આટલા ઉમેદવારો, કારણ જાણીને લાગશે નવાઈ

પોતાને જ મત નહીં આપી શકે આટલા ઉમેદવારો

Gujarat Election 2022 voting: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે પરંતુ રાજયમાં અંદાજે 24 જેટલા ઉમેદવારો પોતાના માટે જ વોટિંગ નહીં કરી શકે. જાણો શા માટે

    અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ક્યાંક કડકતી ઠંડી તો ક્યાંક ફૂલ ગુલાબી ઠંડીમાં મતદારો મત આપવા પહોંચી રહ્યા છે. મતદાર મથકોની બહાર લોકોની લાઇનો જોવા મળી રહી છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    પોતાને જ મત નહીં આપી શકે આ ઉમેદવારો

    પરંતુ જાણીને નવાઈ લાગશે કે આજથી શરૂ થઈ રહેલ મતદાનમાં કેટલાક ઉમેદવારો એવા પણ છે કે જે પોતાને જ મત નહીં આપી શકે. તો જુઓ કોણ છે આ ઉમેદવારો.

    ભાજપના ઉમેદવારો 

    દર્શના વાઘેલા
    જગદીશ વિશ્વકર્મા
    કાળું ડાભી
    ડો. પાયલ કુકરાણી

    રિવાબા જાડેજા

    આપના ઉમેદવારો 

    અશોક ગજેરા
    જે.જે મેવાડા
    તાજ કુરેશી
    દિનેશ કાપડિયા
    બિપિન પટેલ
    સંજય મોરી
    કલ્પેશ પટેલ
    કિરણ પટેલ
    વિનય ગુપ્તા
    હારુન નાગોરી
    જશવંત ઠાકોર

    કોંગ્રેસના 8 ઉમેદવારો

    ગ્યાસુદ્દીન શેખ
    શૈલેષ પરમાર
    બલવંત ગઢવી
    વિજય બ્રહ્મભટ્ટ
    એમીબેન યાજ્ઞિક
    લખાભાઇ ભરવાડ
    સોનલ પટેલ
    હિમ્મતસિંહ પટેલ

    શું છે કારણ?

    આ પાછળનું કારણ એ છે કે આ ઉમેદવારો પોતાના વિસ્તારમાંથી ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ એ સિવાયના વિસ્તારોમાથી લડી રહ્યા હોવાના કારણે તેઓ પોતાના જ માટે મત આપી શકશે નહીં. જેમાં આમ આદમી પાર્ટીના 11 કોંગ્રેસના 8અને ભાજપના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: Gujarat Election 2022 Voting: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ કર્યું મતદાન, PM મોદીનું નામ લઈને શું કહ્યું જુઓ

    આ ઉમેદવારોમાં દર્શના વાઘેલા, અશોક ગજેરા, ગ્યાસુદ્દીન શેખ, જે.જે મેવાડા, જગદીશ વિશ્વકર્મા,  તાજ કુરેશી, શૈલેષ પરમાર, દિનેશ કાપડિયા, બળવંત ગઢવી, બિપિન પટેલ, વિજય બ્રહ્મભટ્ટ, સંજય મોરી, અમીબેન યાજ્ઞિક, વિનય ગુપ્તા, રિવાબા જાડેજા જશવંત ઠાકોર, હારુન નાગોરી, ડો પાયલ કુકરાણી, સોનલ પટેલ, હિંમતસિંહ પટેલ, લાખાભાઈ ભરવાડ, કલ્પેશ પટેલ, કિરણ પટેલ, કાળુ ડાભીનો સમાવેશ થાય છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.



    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    " isDesktop="true" id="1292772" >

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, ગુજરાત ચૂંટણી 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन