Union
Budget 2023

Highlights

Home /News /gujarat /Gujarat Election 2022 Voting: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ કર્યું મતદાન, PM મોદીનું નામ લઈને શું કહ્યું જુઓ

Gujarat Election 2022 Voting: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ કર્યું મતદાન, PM મોદીનું નામ લઈને શું કહ્યું જુઓ

રિવાબા જાડેજાએ કર્યું મતદાન

Gujarat Assembly Elections 2022 Phase 1 Voting Live Updates: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રિવાબા જાડેજાએ મત આપીને પીએમ મોદી અંગે શું કહ્યું હતું જાણો

    ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની 89 બેઠકો પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આજે 2 કરોડ 39 લાખ મતદાતાઑ મતદાન કરશે. આ મતદાન બાદ 11 મંત્રીઓ સહિત કુલ 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. 89માંથી 58 બેઠકો ભાજપ પાસે તો કોંગ્રેસ પાસે 26 બેઠકો છે અને બે બેઠકો BTP અને 1 બેઠક NCP પાસે છે. 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે.

    આજે જામનગર ઉત્તરથી ભાજપ વતી ચૂંટણી લડી રહેલા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો હતો. આ સાથે તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

    શું બોલ્યા રિવાબા જાડેજા?

    તેમણે કહ્યું હતું કે કેન્દ્રિય નેતૃત્વ તરફ લોકોને અનોખો વિશ્વાસ છે. અને આ વખતે  પણ ગુજરાતની જનતાને માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તરફ જે વિશ્વાસ છે તે ચાલુ રહેવાનો છે. અને આ સાથે તેમણે પોતાની અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


    આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ક્યાંક કડકતી ઠંડી તો ક્યાંક ફૂલ ગુલાબી ઠંડીમાં મતદારો મત આપવા પહોંચી રહ્યા છે. મતદાર મથકોની બહાર લોકોની લાઇનો જોવા મળી રહી છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    આ પણ વાંચો: Gujarat Election 2022 Voting: પ્રથમ તબક્કાના મતદાન અગાઉ ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો, કોંગી ઉમેદવાર સામે આક્ષેપ

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.



    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन