Home /News /gujarat /નર્મદા: અહીં હજુ નથી પડ્યો એક પણ મત, લોકોએ કર્યો બહિષ્કાર

નર્મદા: અહીં હજુ નથી પડ્યો એક પણ મત, લોકોએ કર્યો બહિષ્કાર

ડેડિયાપાડા મતવિસ્તારના લોકોએ કર્યો બહિષ્કાર

Gujarat election 2022 phase 1 voting: નર્મદાના મતદાન કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. ડેડિયાપાડા મતવિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે.

    નર્મદા: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે, ત્યારે નર્મદાના મતદાન કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. ડેડિયાપાડા મતવિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. સમોટ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રોડ, રસ્તા પાણી સહિતની ગ્રામજનોની સમસ્યાને લઇને ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. એક હજાર મતદારો ધરાવતો મતવિસ્તારમાં હજુ સુધી એક પણ મત પડ્યો નથી. જ્યારે તંત્ર દ્વારા હજુ સુધી સમજાવવાના પ્રયાસ થયા નથી.

    ડાંગના આ આખેઆખા ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર

    આહવા તાલુકાના મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માંગણી વચ્ચે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહીં લોકો પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી અમારા ગામમાં રોડ અને પુલ નહીં થાય ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ. ડાંગનાં મોટીદબાસ ગામનાં લોકોએ મતદાન મથક સુધી ફરકયા પણ નથી. તંત્ર દ્વારા સમજાવવા કોશિશ નિષ્ફળ રહી છે. પુલ અને રસ્તાની માંગને લઈને ગ્રામજનોનો અડગ આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો છે.

    આ પણ વાંચો: કિર્તીદાન ગઢવીને મતદાન કરવામાં વિલંબ, આધાર પુરાવા વગર મતદાન કરવા પહોંચ્યા હતા

    બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ 37 ટકા મતદાન

    બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ 37 ટકા મતદાન નોંધાયુ છે. 89 બેઠકો પર અત્યાર સુધી સરેરાશ 37 ટકા મતદાન થયુ છે. આદિવાસી આરક્ષિત બેઠકો પર વધુ મતદાન નોંધાયુ હોવાની માહિતી મળી રહી છે. ડાંગ જિલ્લામાં 46.2 ટકા, તાપી જિલ્લામાં 46.3 ટકા, નર્મદા જિલ્લામાં 46.1 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે સૌથી વધુ કપરાડામાં 50 ટકાથી વધુ નોંધાયુ છે. ડેડિયાપાડામાં 47, નિઝરમાં 46.8, વ્યારામાં 45.8 ટકા, ડાંગમાં 46.2 ટકા, ધરમપુરમાં 43.8 ટકા મતદાન, વાંસદામાં 42.7 ટકા, મહુવામાં 43.4 ટકા. માંગરોળમાં 42 ટકા, ઝઘડિયામાં 41.5 ટકા મતદાન, માંડવીમાં 40 ટકા, ટંકારામાં 40.8 ટકા અને દ્વારકામાં 33, જામનગરમાં 30 મતદાન નોંધાયુ છે.
    " isDesktop="true" id="1293088" >
    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. આજે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Narmda

    विज्ञापन
    विज्ञापन