Home /News /gujarat /Gujarat Election 2022 Voting: રાજ્યમાં પ્રથમ તબક્કાનાં મતદાનમાં આટલા ઠેકાણે EVM બગડ્યા! લાઈનોમાં ઊભા રહ્યા મતદાતાઓ

Gujarat Election 2022 Voting: રાજ્યમાં પ્રથમ તબક્કાનાં મતદાનમાં આટલા ઠેકાણે EVM બગડ્યા! લાઈનોમાં ઊભા રહ્યા મતદાતાઓ

રાજ્યમાં આટલા ઠેકાણે EVM બગડ્યા

Gujarat Assembly Elections 2022 Phase 1 Voting Live Updates: રાજ્યમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે અમુક મતદાન મથકોએ evm મશીન બગડ્યા હોવાના સમાચાર પણ મળ્યા છે. જેના કારણે મતદાતાઓને રાહ જોવી પડી હતી.

    GUJARAT ELECTIONS 2022 EVM ERROR: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની 89 બેઠકો પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આજે 2 કરોડ 39 લાખ મતદાતાઑ મતદાન કરશે. આ મતદાન બાદ 11 મંત્રીઓ સહિત કુલ 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. 89માંથી 58 બેઠકો ભાજપ પાસે તો કોંગ્રેસ પાસે 26 બેઠકો છે અને બે બેઠકો BTP અને 1 બેઠક NCP પાસે છે. 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે.

    ગુજરાતમાં પહેલું ઈવીએમ વાપીના 193 નંબરના બુથ પર ખોટવાયું હોવાની ફરિયાદ મળી હતી. મુકપોલ વખતે ઈવીએમ ખોટવાયુ હોવાનુ ધ્યાનમાં આવતા જ જિલ્લા ચૂંટણીની અધિકારીની ટીમને ઘટનાની જાણ કરાઈ અને ઈવીએમ બદલવાની તજવીજ હાથ ધરી છે.

    વાસદા તાલુકાના ઉનાઈ ખાતે ઇવીએમ ખોટકાયુ

    ઉનાઈ ગામે આવેલા બંને મતદાન મથકો ઉપર ઈવીએમ ખોટકાયુ હોવાના સમચાર મળ્યા હતા. ઇવીએમ ખરાબ થઈ જતાં અડધો કલાક જેટલો મતદારોએ લાઇનમાં ઊભા રહેવાની તકલીફ ઉઠાવવી પડી હતી.

    આ પણ વાંચો: Gujarat Election 2022 Voting: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ કર્યું મતદાન, PM મોદીનું નામ લઈને શું કહ્યું જુઓ

    ઝઘડીયામાં પણ ઈવીએમ મશીન બગડ્યું

    તો એ સિવાય ઝઘડિયા વિધાનસભા બેઠક પર ઉચેડિયા ગામના મતદાન બુથ નંબર ૧ ઉપર ઈવીએમ મશીન બગડ્યું હોવાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ અહી તાત્કાલિક બગડેલ ઈવીએમ મશીનના બદલે બીજું મશીન ફાળવવામાં આવ્યું હતું જેના કારણે મતદારોને તકલીફ પડી નથી.



    EVM મશીન અંધારામાં હોવાની ફરિયાદ

    આ સિવાય ઉચેડિયા ગામના બૂથ નં. 1માં EVMમાં ક્ષતિ હોવાની માહિતી માલ્ટા તાત્કાલિક EVM બદલાયુ હતું અને મતદાન યથાવત ચાલુ રહ્યું હતું.

    " isDesktop="true" id="1292801" >

    મોરબીમાં જ્યંતી પટેલે રિટ્નીંગ ઓફિસરને ફરિયાદ કરી હતી. EVM મશીન અંધારામાં હોવાથી ઉમેદવારોના નિશાન કે નામ ન દેખાતા હોવાની ફરિયાદ કરી હતી. મતદારોને અંધારામાં નામ અને નિશાન ન દેખાતા હોવાથી ફરિયાદ નોંધાવી રજૂઆત કરવામાં આવી હતી જે બાબત નોંધવામાં આવી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Elections, ગુજરાત ચૂંટણી 2022

    विज्ञापन
    विज्ञापन