Home /News /gujarat /લોકશાહીના પર્વની ઉજવણીમાં અદભૂત ઉત્સાહ, કડકડતી ઠંડીમાં મતદારોની લાંબી કતાર

લોકશાહીના પર્વની ઉજવણીમાં અદભૂત ઉત્સાહ, કડકડતી ઠંડીમાં મતદારોની લાંબી કતાર

આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Gujarat election 2022 phase 1 voting: આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ક્યાંક કડકતી ઠંડી તો ક્યાંક ફૂલ ગુલાબી ઠંડીમાં મતદારો મત આપવા પહોંચી રહ્યા છે.

    અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ક્યાંક કડકતી ઠંડી તો ક્યાંક ફૂલ ગુલાબી ઠંડીમાં મતદારો મત આપવા પહોંચી રહ્યા છે. મતદાર મથકોની બહાર લોકોની લાઇનો જોવા મળી રહી છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    નર્મદા, ગીર સોમનાથ, ભુજ, રાજકોટમાં અનેરો ઉત્સાહ

    લોકશાહીના પર્વની ઉજવણીમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર જોવા મળી રહી છે. મતદાન કરવા મતદારોમાં અદભૂત ઉત્સાહ છે. નર્મદામાં કડકડતી ઠંડીમાં મતદારોની લાંબી કતાર જોવા મળી છે.


    ગીર સોમનાથમાં ચારેય વિધાનસભા પર મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગયું છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં ઉત્સાહ છે. લાંબી કતારોમાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટ્યાં છે. જિલ્લાના 1077 મતદાન મથક પર મતદારો ઉત્સાહ પૂર્વક ઉમટ્યાં છે.

    આ પણ વાંચો: Gujarat Election 2022 Voting LIVE: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન શરૂ, 2.39 કરોડ મતદારો કરશે વોટિંગ

    ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટ્યા છે. ભુજની ઓલફેડ હાઈસ્કૂલ ખાતે મતની ફરજ અદા કરવા પહોંચ્યા છે. લોકોને મતદાન કરવા સ્વામિનારાયણ મંદિરના સંતોની આપીલ છે.

    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયો છે. ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું છે. તેમણે ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. વસોયાએ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લલિત વસોયાએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. લલિત વસોયા ધોરાજી 75 વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, ગુજરાત ચૂંટણી 2022

    विज्ञापन
    विज्ञापन