Home /News /gujarat /ગુજરાત ચૂંટણી 2022: મહેસાણા જિલ્લામાં મતદાનની તારીખ જાહેર

ગુજરાત ચૂંટણી 2022: મહેસાણા જિલ્લામાં મતદાનની તારીખ જાહેર

મહેસાણા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Mehsana, Gujarat Election Date 2022: વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

    મહેસાણા: ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે મહેસાણા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં કુલ સાત વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

    2017ની ચૂંટણી પર એક નજર
    Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
    20ખેરાલુભરતસિંહ ડાભીરામજી ઠાકોરBJP
    21ઉંઝાનારાયણભાઈ એલ પટેલડો.આશાબેન પટેલINC
    22વિસનગરઋષિકેશભાઈ પટેલમહેશભાઈ પટેલBJP
    23બેચરાજીરજનીભાઈ સોમાભાઈ પટેલભરત ઠાકોરINC
    24કડીકરશનભાઈ પુંજાભાઈ સોલંકીરમેશભાઈ ચાવડાBJP
    25મહેસાણાનીતિનભાઈ પટેલજીવાભાઈ પટેલBJP
    26વિજાપુરરમણભાઈ પટેલ (સ્ટાર લાઈન)નાથનભાઈ પટેલBjP

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Congress, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन