Home /News /gujarat /Gujarat Election 2022 : મિશન 182 માટે અન્ય રાજ્યના BJP નેતાઓ ગુજરાતને ઘમરોળશે, જુઓ શું છે પુરો પ્લાન

Gujarat Election 2022 : મિશન 182 માટે અન્ય રાજ્યના BJP નેતાઓ ગુજરાતને ઘમરોળશે, જુઓ શું છે પુરો પ્લાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજેપી પ્રચાર

Gujarat Election 2022 : ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી (Gujarat Assembly Elections) ના ૩ માસ અગાઉ જ રોડ પર ઉતારવાનો નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યના નેતાઓ (BJP Leaders) ને પ્રચાર માટે ગુજરાત બોલાવવામાં આવ્યા હોય. હાલમાં યુપી અને રાજસ્થાનથી બીજેપીના નેતાઓ ગુજરાત પહોચ્યા છે

વધુ જુઓ ...
Gujarat Election 2022 : ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ વખતે આક્રમક રીતે પ્રચાર કરવાનો નિર્ણય કરેલો છે, જેના માટે અન્ય રાજ્યોના બીજેપીના નેતાઓની મદદ લીધી છે. આગામી ૨ દિવસ માટે અન્ય રાજ્યોના બીજેપીના નેતાઓ ગુજરાતને ઘમરોળશે અને ઘરે ઘરે જઈને બીજેપીની વાતો પહોચાડશે.

રાજસ્થાનના નેતાઓને ઉત્તર ગુજરાતની જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ આગામી ચુંટણી ના ૩ માસ અગાઉ જ રોડ પર ઉતારવાનો નિર્ણય કર્યો છે જેના માટે અન્ય રાજ્યોના નેતાઓની મદદ પણ લેવામાં આવી રહી છે, કદાચ આ પ્રથમ વખત બનતું હશે કે આટલા સમય અગાઉ અન્ય રાજ્યના નેતાઓને પ્રચાર માટે ગુજરાત બોલાવવામાં આવ્યા હોય. હાલમાં યુપી અને રાજસ્થાનથી બીજેપીના નેતાઓ ગુજરાત પહોચ્યા છે. જેમા રાજસ્થાનના નેતાઓને ઉત્તર ગુજરાતની ૪૦ સીટની જવાબદારી આપવામાં આવી છે. દરેક વિધાનસભા વિસ્તારમાં ૨ નેતાઓ જશે સાથે જ વિધાનસભા પ્રભારી પણ હાજર રહેશે અને ૨ દિવસ પ્રચાર કરશે.

યુપીના નેતાઓને સૌરાષ્ટ્ર અને અમદાવાદની જવાબદારી

તો આ સિવાય યુપીના નેતાઓને સૌરાષ્ટ્રની ૪૮ અને અમદાવાદની ૧૬ સીટની જવાબદારી સોપવામાં આવી છે. બિહાર અને ઝારખંડના નેતાઓને મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોપવામાં આવી છે, જે નેતાઓ પણ આવતીકાલથી પ્રચારમાં જોડાશે. અત્યારે આ નેતાઓને ૨ દિવસ પ્રવાસ કરાવવામાં આવશે અને બાદમાં ચુંટણી જાહેર થયા બાદ આ નેતાઓ ચુંટણી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી વિસ્તારમાં પ્રચાર કરશે. આ નેતાઓ કેન્દ્ર સરકારની યોજનાઓ અને જે તે વિસ્તારમાં કે જ્યાં બીજેપીની સરકાર નથી ત્યાં કેવી હલકી પડી રહી છે તેનો મુદ્દો લોકો સુધી પહોચાડશે.

આ પણ વાંચોછોકરાઓ શું ધોતી પહેરવા માંગે તો મંજુરી આપવી જોઈએ? હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

ભારતીય જનતા પાર્ટી હવે અન્ય રાજ્યોના નેતાઓની મદદથી અન્ય રાજ્યોના મતદારો છે તેને પણ આકર્ષવા પ્રયાસ કરશે. કારણ કે ગુજરાતના મોટા શહેરો છે જેમાં મધ્ય પ્રદેશ યુપી બિહાર અન રાજસ્થાનના લોકો મોટી સંખ્યામાં વશે તેના મત પણ ભારતીય જનતા પાર્ટીને મળે તેના માટે પ્રયાસ શરુ કરી દેવામાં આવ્યો છે.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત ચૂંટણી, ગુજરાત વિધાનસભા ચૂંટણી, બીજેપી, બીજેપી નેતા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन