Home /News /gujarat /'નો રિપીટ'ની થીયરી પર મક્કમ ભાજપ: દિગ્ગજોને પાણીચું, BJP ના લિસ્ટ બાદ જાણો મહત્વની 10 વાતો

'નો રિપીટ'ની થીયરી પર મક્કમ ભાજપ: દિગ્ગજોને પાણીચું, BJP ના લિસ્ટ બાદ જાણો મહત્વની 10 વાતો

ભાજપની નો રિપીટ થીયરી

આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે નો રિપીટ થીયરીની વાત કરી હતી જેનું અનુસરણ કરતાં આ યાદીમાં 84 કપાયા છે તો 76 રિપીટ કરવામાં આવ્યા છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Gandhinagar, India
  BJP CANDIDATE LIST: ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત થતાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમટા વધ્યો છે, એવા 38 દાવેદારો છે જેમને પાર્ટીએ પાણીચું પકડાવ્યું છે અને નો રિપીટની થીયરી યથાવત રાખી છે.

  ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. ત્યારબાદ ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. ત્યારે 10 મહત્વની વાતો જાણી લેવી જરૂરી છે.

  1...ગુજરાતના વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રી અને ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ મુક્યો છે અને તેમને રિપીટ કર્યા છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં તેમણે સૌથી વધુ મત પ્રાપ્ત કરીને જીત મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.તો મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમના દ્વારા લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયોથી પ્રધાનમંત્રીની ગુડબૂકમાં તેમને સ્થાન મળ્યું છે.

  2...ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી તેમાં અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે અને પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ આપી છે. તો વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના દિવંગત નેતા અશોક ભટ્ટના દિકરા ભૂષણ ભટ્ટ પર ભરોસો મુક્યો છે અને તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પૂર્વ મેયરે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એકવાર મેયર બન્યા પછી ધારાસભ્ય કે સાંસદ બનવાની તક મળતી નથી પરંતુ અમિત શાહને મોકો આપવામાં આવ્યો છે.

  3...પાસ આંદોલનના પ્રણેતા અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલને કોંગ્રેસ છોડવાના ફળ સ્વરૂપ વિરમગામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડાવવાને લઈને અનેક મતમતાંતરો રહ્યા હતા. કારણ કે સ્થાનિક કક્ષાએ થઈ રહેલો હાર્દિકનો વિરોધ મુખ્ય કારણ રહ્યું, જો કે, પાર્ટીએ યુવા ચહેરા હાર્દિક પટેલ પર ભરોસો મુક્યો અને તેમને વિરમગામ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે.

  4...કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અનેક રાજકારણીઓને ભાજપે ટિકિટ આપી છે. જો કે, મોરબીના અગ્રણી પાટીદારનેતા અને સરકારના મંત્રી બ્રિજેશ મેરજાને મોરબીની દૂર્ઘટના નડી હોય તેમ તેમનું પત્તુ કપાયું છે. તેમના સ્થળે કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે.

  5...સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તે ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થીયરી અપનાવતા મેક્સન કંપનીના માલિક અને વર્તમાન ધારાસભ્ય ધનજી પટેલની ટિકિટ કાપી છે અને તેમના સ્થાને બ્રમ્હસમાજના મહિલા અગ્રણી જિગ્ના પંડ્યા પર ભરોસો મુક્યો છે. તો ચોટીલાથી શામજી ચૌહાણ, ધ્રાંગધ્રાથી પ્રકાશ વરમોરાને તથા લીંમડીથી વનમંત્રી કિરીટસિંહ રાણાને પાર્ટીએ રિપીટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ધ્રાંગ્રધા અને સુરેન્દ્રનગર બેઠક પર અનેક દિગ્ગજોના નામની ચર્ચા રહી હતી. આઈ.કે.જાડેજાને ટિકિટ મળે તેવી ચર્ચાએ પણ જોર હતું.

  6...ભારતીય જનતા પાર્ટીએ મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મુક્યો છે. આજે જાહેર થયેલ 160 ઉમેદવારોની યાદીમાં 10 ટકા મહિલાઓના નામની પાર્ટીએ જાહેરાત કરી છે. જેમાં જામનગર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે.

  7...આખા બોલા નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને ભાજપે નવા સમીકરણો સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનનો લઈને સતત વિવાદિત રહ્યા છે.

  8...કચ્છ જિલ્લાની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીએ સહજ સ્વભાવના વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પર ભરોસો યથાવત રાખ્યો છે અને તમને ફરી ટિકિટ આપી છે. તો આ તરફ સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવનાર ઝાંઝરકા મંદિરના મંહત શંભુપ્રસાદ ટુંડિયાને ગઢડા બેઠકના ઉમેદવાર અને રમણલાલ વોરા તથા કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના પૂર્વ નેતા કુંવરજી બાવળીયાને પણ ટિકિટ આપીને સૌને ચોંકાવ્યા છે.

  આ પણ વાંચો: ફક્ત મહિલાઓ માટે! ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, 14 બેઠકો પર ચાલ્યો વુમન પાવર

  9...સી.આર.પાટીલની ગુડ બૂકમાં રહેલા સંગીતા પાટીલને ફરી ધારાસભ્ય બનવાનો પાર્ટીએ મોકો આપ્યો છે, જ્યારે પ્રવર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગીરી જોતા તેમને પણ ઉમેદવાર જાહેર કર્યા છે.

  10...ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થીયરી પર મક્કમ રહીને પાર્ટીના દિગ્ગજ કહી શકાય તેવા વિજય રૂપાણી, નીતિન પટેલ,રાજેન્દ્ર ત્રિવેદી,નીમા બહેન આચાર્ય સહિતના 38 દિગ્ગજોના પત્તા કપાયા છે. તો 68 ઉમેદવારો પર પાર્ટીએ ભરોસો મુકીને પાર્ટીએ ટિકિટ આપી છે. એમ SC -13,ST-24 અને 14 મહિલા ઉમેદવારોનો ભાજપની પ્રથમ યાદીમાં સમાવેશ થઈ રહ્યો છે.

  આ પણ વાંચો: BJP Candidate List: જામનગર ઉત્તરમાંથી હકૂભાનું પત્તુ કપાયુ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ

  1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન

  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

  ભાજપની યાદીની મોટી વાતો

  • 182 પૈકી ભાજપે 160 નામ જાહેર કર્યા22 બાકી

  • પહેલા તબક્કાના 89 પૈકી 83 નામ જાહેર

  • બીજા તબક્કાના 93 પૈકી 77 નામ જાહેર

  • 84 કપાયા, 76 રિપીટ, 14 મહિલા ઉમેદવાર

  • SCના 13, STના 24 અને 14 મહિલાને ટિકિટ

  • કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 2ને ટિકિટ

  • ભગા બારડ, હર્ષદ રીબડિયાને ટિકિટ આપી

  • પહેલા તબક્કાના 6 ઉમેદવારની જાહેરાત બાકી

  • ભાવનગર પૂર્વ, ધોરાજી, કુતિયાણાની જાહેરાત બાકી

  • ખંભાળિયા, ચોર્યાસી, ડેડિયાપાડાની જાહેરાત બાકી

  • ભાજપે બે સંતોને પણ ટિકિટ આપી

  • ગઢડાથી શંભુનાથ ટુંડિયા, જંબુસરથી ડી.કે.સ્વામી

  • 160માંથી 4 ડોક્ટર, 4 PhDની ડિગ્રીવાળા

  • 160 નામો પૈકી 14 મહિલાઓને ટિકિટ

  • ગાંધીધામ, વઢવાણ, રાજકોટ પશ્ચિમથી મહિલા મેદાને

  • રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જામનગર ઉ.થી મહિલા મેદાને

  • નાંદોદ, લિંબાયત, બાયડ, નરોડાથી મહિલા મેદાને

  • ઠક્કરબાપાનગર, અસારવા, મોરવાહડફ, વડોદરા

  • અમદાવાદ શહેરમાં 3 રિપીટ, 13 નવા ઉમેદવાર

  • ઘાટલોડિયા, દસક્રોઈ, અમરાઈવાડીથી રિપીટ

  • સુરતના 4 મંત્રી સહિત 9 રિપીટ

  • સુરતમાં ઉધના, કામરેજમાં નવા ચહેરા મેદાને

  Published by:Mayur Solanki
  First published:

  Tags: BJP Candidate, Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત વિધાનસભા ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन