Gujarat education system: આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં પ્રવેશ માટે જે બાળકને 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા નહિ હોય તો તેઓને ધોરણ 1માં પ્રવેશ નહિ મળે. નવી શિક્ષણ નીતી મુજબ પ્રવેશ માટે 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા હોવા જરુરી છે. જો કે આ મામલે ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છુટછાટ આપવા માંગ ઉઠી છે.
અમદાવાદ: આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં પ્રવેશ માટે જે બાળકને 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા નહિ હોય તો તેઓને ધોરણ 1માં પ્રવેશ નહિ મળે. નવી શિક્ષણ નીતી મુજબ પ્રવેશ માટે 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા હોવા જરુરી છે. જો કે આ મામલે ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છુટછાટ આપવા માંગ ઉઠી છે. રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકોને પ્રવેશ માટે ગ્રેસ પિરિયડ આપવા માંગ કરી છે.
40 હજારથી વધુ બાળકોનું વર્ષ બગડશે તેવી શક્યતા!
વર્ષ 2023-24નું શૈક્ષણિક સત્ર આગામી જુન માસથી શરુ થશે. ત્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોને નવી શિક્ષણ નીતી મુજબ પ્રવેશ માટે 1 જુન સુધી 6 વર્ષ પૂર્ણ હોવા જરુરી છે. પરંતુ આ મામલે જો સરકાર ગ્રેસ પિરિયડ ન આપે તો 40 હજારથી વધુ બાળકોનું વર્ષ બગડશે તેવી શક્યતા શાળા સંચાલક મંડળે વ્યક્ત કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, ‘બાળકોને ગ્રેસ પિરિયડ આપી રાહત આપવામાં સરકારને વાંધો ન હોવો જોઈએ. 14 જુન સુધી જન્મેલા બાળકોને સાશનાધિકારીની પરમિશનથી ધોરણ 1 માં પ્રવેશ આપવા શાળા સંચાલક મંડળે રજુઆત કરી છે.’
આ બાબતે તેઓએ જણાવ્યું કે, ‘અગાઉ એવી જોગવાઈ હતી કે 31 ઓગસ્ટના દિવસે પાંચ વર્ષ પુર્ણ થયા હોય તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યાર બાદ જે જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા સાશનાધિકારી તેઓ 14 સપ્ટેમ્બર સુધીનો ગ્રેસ પિરિયડ ગણીને એટલે કે જો વાલી લેખિત પરવાનગી માંગે તો અધિકારી દ્વારા લેખિતમાં પરવાનગી આપવામાં આવતી હતી અને પહેલા ધોરણમાં બાળકને દાખલ કરવામાં આવતા હતા. હવે નવી શિક્ષણનિતિમાં 31 મે એટલેકે 1લી જુન કટ ઓફ ડેટ ગણવામાં આવી છે. ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે અગાઉની જેમ ગ્રેસ પિરિયડ આપી 14 જુન કે 15 જુન ગ્રેસ પિરિયડ ગણી આવા બાળકોનો સમાવેશ કરવામાં આવે તો મોટા ભાગના બાળકો પ્રવેશ મેળવવામાં વંચિત રહી જતા હોય તો તે બચી જાય’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘એક વર્ષ પુરતો આ ગ્રેસ પિરિયડ આપવામાં સરકારે કોઈ વાંધો ન હોવો જોઈએ એવું અમારુ માનવું છે. આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી ચાલુ કરવાની પણ અમારી માંગ છે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળ મંદિરની નોંધણી ફરજિયાત કરવાની છે. તેમને મંજૂરીના પત્રો આપવાના છે તે કાર્યવાહી પણ હજુ સુધી આ વર્ષે થઈ શકી નથી. એટલે નવી શિક્ષણનીતીને લઈને જે દ્વીધા છે તેને લઈ આ વર્ષ પુરતુ ગ્રેસ પિરિયડ આપવામાં આવે તો મોટાભાગના વાલીઓનો પ્રશ્નનો ઉકેલ આવી જાય તેમ છે.’
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર