Home /News /gujarat /Dhari Election Result 2022: અમરેલી જીલ્લાની વધુ એક બેઠક ધારી પર ભગવો લહેરાયો
Dhari Election Result 2022: અમરેલી જીલ્લાની વધુ એક બેઠક ધારી પર ભગવો લહેરાયો
અમરેલી જીલ્લાની વધુ એક બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો
Dhari Election Result 2022: અમેરલી જીલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. 2017માં જીલ્લાની તમામ પાંચ બેઠકો પર વિજય મેળવ્યા બાદ 2022માં પોતાની બેઠકો જાળવી રાખવામાં કોંગ્રેસ અસફળ રહેતું હોવાનું દેખાઈ રહ્યું છે.
અમેરલી જીલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. 2017માં જીલ્લાની તમામ પાંચ બેઠકો પર વિજય મેળવ્યા બાદ 2022માં પોતાની બેઠકો જાળવી રાખવામાં કોંગ્રેસ અસફળ રહેતું હોવાનું દેખાઈ રહ્યું છે. અમરેલીની બેઠક પર પરેશ ધાનાણીની હાર બાદ જીલ્લાની વધુ એક બેઠક ધારી પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાનો વિજય થયો છે. મહત્વનું છે કે જે.વી. કાકડીયાએ ચૂંટણી પહેલા જ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ પેટા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર લડીને તેમનો ફરી વિજય થયો હતો.
અમરેલી જિલ્લાની ધારી બેઠક 2017માં કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ વિધાનસભા બેઠકમાં ધારી અને બગસરા તાલુકા ઉપરાંત ખાંભા તાલુકાના 27 ગામોનો પણ સમાવેશ થાય છે. ધારીના કૉંગ્રેસના ધારાસભ્ય જે. વી. કાકડીયાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
ત્યારબાદ આ બેઠક ખાલી પડતા વર્ષ 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ કોંગ્રેસ નેતા સુરેશ કોટડીયાને 17,209 મતોના માર્જિનથી હાર આપી હતી.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડિયાએ ભાજપના દિગ્ગજ ઉમેદવાર દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. જે. વી. કાકડિયાને 52.50 ટકા મત મળ્યા હતા અને ભાજપના દિલીપ સંઘાણીને 40.42 ટકા મત મળ્યા હતા.
2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની જીત
વર્ષ 2012માં યોજાયોલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુબાપાએ GPP(ગુજરાત પરિવર્તન પાર્ટી)ની સ્થાપના કરી હતી. જેથી GPPએ ધારી બેઠક પર નલિન કોટડીયાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા.
આ સમયે GPPને ટક્કટ આપવા માટે કોંગ્રેસે કોકિલા કાકડિયાને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પરિણામમાં નલિન કોટડિયાને 41,516 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોકિલા કાકડિયાને 39,941 મત મળ્યા હતા અને GPPના ઉમેદવાર નલિનભાઈ કોટડીયા વિજેતા બન્યા હતા.