Home /News /gujarat /

આ વર્ષે નવરાત્રી યોજાશે કે નહીં? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

આ વર્ષે નવરાત્રી યોજાશે કે નહીં? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

નીતિન પટેલ (ફાઇલ તસવીર)

કોરોનાના કહેર વચ્ચે ખેલૈયાઓ તેમજ આયોજકો (Garba Organizers)ને સૌથી મોટી ચિંતા એ સતાવી રહી છે કે નવરાત્રીનું આયોજન થશે કે નહીં?

  ગાંધીનગર: કોરોના (Coronavirus)નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 1,300ની આસપાસ નવા કેસ આવી રહ્યા છે. હાલ રાજકોટ અને જામનગર જેવા શહેરમાં કોરોના બેકાબૂ બની ગયો છે. આ તમામ વચ્ચે નવરાત્રી (Gujarat Navratri 2020) આવી રહી છે. ખેલૈયાઓ તેમજ આયોજકો (Garba Organizers)ને સૌથી મોટી ચિંતા એ સતાવી રહી છે કે નવરાત્રીનું આયોજન થશે કે નહીં? આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitin Patel on Navratri 2020) મોટું નિવેદન આપ્યું છે. ગાંધીનગર (Gandhinagar) ખાતે મીડિયાને સંબોધન કરતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. નીતિન પટેલના નિવેદન પરથી લાગી રહ્યું છે કે સરકાર કેટલાક નિયમો સાથે નવરાત્રીની છૂટ આપી શકે છે. અહીં એક વાત એ પણ નોંધવી રહી કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા શું રહેશે તે પણ મહત્ત્વનું છે. કેન્દ્ર સરકારની અંતિમ ગાઇડલાઇન પ્રમાણે 100 લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોઈ કાર્યક્રમમાં હાજર રહી શકે છે.

  આ મામલે ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાત માટે નવરાત્રીનો ઉત્સવ ખૂબ મહત્ત્વનો છે. લોકો ઘણા સમયથી નવરાત્રીની રાહ જોતા હોય છે. ખેલૈયાઓ ગરબા ગાવા માટે ઉત્સુક હોય છે. માતાજીના ભક્તો પણ પૂજા અને અર્ચના કરવા માટે નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે. ગરબા અને નવરાત્રી એ વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. ગુજરાત સરકાર પણ દર વર્ષ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્ત્વનું આયોજન કરે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે."

  આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ભાજપના અગ્રણી જીણાભાઈ ડેડવારિયા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

  નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, "હાલ દેશ કોરોનાની ગંભીર મહામારી સામે દેશ લડી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ અને ભારત સરકારની ગાઇડલાઇનની મર્યાદામાં રહીને કેટલા સમય માટે, કેટલા લોકોને અને કેવી રીતે લોકો ગરબા રમી શકે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. યોગ્ય સમયે આ અંગેની જાહેરાત કરવામાં આવશે. સરકાર પણ નવરાત્રીનું ધાર્મિક મહત્ત્વ સારી રીતે સમજે છે."

  આ પણ વાંચો: અમદાવાદ: છ બાળકોનો પિતા અન્ય મહિલા સાથે ભાગી ગયો, પત્નીએ ફરિયાદ નોંધાવી

  નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગર પાલિકાના 134 કરોડના કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ગાંધીનગરના રૂપાલ ગામ ખાતેના કાર્યક્રમાં નીતિન પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં નવરાત્રી તેમજ આગામી સમયમાં ગુજરાતમાં સ્કૂલો શરૂ કરવી કે નહીં તે મામલે વાતચીત કરી.

  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આગામી 21મી સ્પટેમ્બરથી નવમાં ધોરણથી 12માં ધોરણ સુધીની સ્કૂલો ખોલવા માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. જે પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાની મરજીથી સ્કૂલે આવી શકશે. આ મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં હજુ વધારે સ્પષ્ટતા નથી. રાજ્ય સરકાર તરફથી હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

  રાજ્યમાં કોરોનાના ફેલાવા માટે ભાજપે સુપરસ્પ્રેડરનું કામ કર્યું છે તેવા કૉંગ્રેસ પાર્ટીના આક્ષેપ પર નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના કોઈ નાત-જાત, પક્ષ કે ધર્મ નથી જોતો. કોરોનાને કારણે ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષના નેતાઓ સંક્રમિત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Coronavirus, COVID-19, Gujarat Government, Navratri 2020, નિતિન પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन