અમદાવાદ રથયાત્રામાં સૌથી મોટા સમાચાર, સેન્ટર-સ્ટેટ IB પાસે મંગાવ્યો રિપોર્ટ 


Updated: June 16, 2020, 2:42 PM IST
અમદાવાદ રથયાત્રામાં સૌથી મોટા સમાચાર, સેન્ટર-સ્ટેટ IB પાસે મંગાવ્યો રિપોર્ટ 
ફાઇલ તસવીર

રથયાત્રા નીકાળવા સંદર્ભે રાજ્ય સરકારે સેન્ટ્રલ ગુપ્તચર વિભાગ અને સ્ટેટ ગુપ્તચર વિભાગ પાસે રીવ્યુ મંગાવ્યો છે.

  • Share this:
અમદાવાદ  : કોરોના વાયરસના કહેર વચ્ચે 143 મી રથયાત્રાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રથયાત્રા નીકાળવા સંદર્ભે રાજ્ય સરકારે સેન્ટ્રલ ગુપ્તચર વિભાગ અને સ્ટેટ ગુપ્તચર વિભાગ પાસે રીવ્યુ મંગાવ્યો છે. સ્ટેટ અને સેન્ટ્રલ આઈ.બીના રીવ્યુ આવ્યા બાદ સરકાર રથયાત્રા નીકાળવા અંગે નજીકના દિવસોમાં નિર્ણય લઇ શકે છે.  રથયાત્રા નીકળવા અંગે સ્ટેટ હોમડિપાર્ટમેન્ટની એક ક મિટી નક્કી કરશે. જેમાં મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા તથા શહેર પોલીસ કમિશ્નર અને કલેકટર સહિના લોકોની હાઇપાવર કમિટીનો નિર્ણય અંતિમ ગણાશે. કેન્દ્ર સરકારની પણ સલાહ અને માર્ગદર્શન રથયાત્રા નીકાળવા અંગે નિર્ણય લેવાશે.

જોકે, રથયાત્રા માટે મંદિર દ્વારા પુરી તૈયારીઓ શરૂ કરાઈ છે.  રથના રંગરોગાન અને મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે, હાલ મંદિર દ્વારા તમામ તૈયારીઓ થઇ રહી છે. સરકાર સાથે બેઠકોનો દોર પણ ચાલુ છે.  સરકાર તરફથી છેલ્લો જે નિર્ણય કરાશે તે શિરોમાન્ય રહશે.

આ પણ વાંચો - ગુજરાત શિક્ષણ બોર્ડની ઘોર બેદરકરી : પરીક્ષા આપી છતાં વિધાર્થીના પરિણામમાં બે વિષયમાં ગેરહાજર

આ પણ જુઓ - 

જગનાથ મંદીરના મહંત દિલીપદાસજી મહારાજે ન્યુઝ 18ગૂજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,  કોરોના મહામારના પગલે રથ યાત્રા કેવી રીતે નિકાળવી એ રાજ્ય સરકર સાથે  સંકલન કરી નક્કી કરવામા આવશે .હું ભક્તોને અપીલ કરું છું કે આ વર્ષે મહામારીના પગલે ભગવાનની રથયાત્રાના દર્શને  મીડિયા અને સોશયલ મીડિયાના માધ્યમથીદર્શન  કરે. રથ યાત્રાના રૂટમાં ઓછામાં ઓછા લોકો નીકળે તેમાટે અપીલ કરું છું.
First published: June 16, 2020, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading