Home /News /gujarat /

ગુજરાતની ભાજપ સરકાર પહેલા ગુંડા મોકલે છે પછી ખોટા કેસ કરાવે છે: કેજરીવાલ

ગુજરાતની ભાજપ સરકાર પહેલા ગુંડા મોકલે છે પછી ખોટા કેસ કરાવે છે: કેજરીવાલ

ઉનાકાંડને મામલે આજે ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે ઉનાના પીડિત દલિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતની ભાજપા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત સરકારને દલિત વિરોધ સરકાર ગણાવતાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતની ભાજપા સરકાર પહેલા ગુંડા મોકલે છે અને બાદમાં ખોટા કેસ કરે છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઉના #ઉનાકાંડને મામલે આજે ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે ઉનાના પીડિત દલિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતની ભાજપા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત સરકારને દલિત વિરોધ સરકાર ગણાવતાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતની ભાજપા સરકાર પહેલા ગુંડા મોકલે છે અને બાદમાં ખોટા કેસ કરે છે.

દલિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પીડિત પરિવાર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, દલિત યુવાઓને માર માર્યા બાદ એ લોકો એમને પોલીસ સ્ટેશન લઇ ગયા અને ત્યાં પણ મારમાર્યો હતો. માર મારતાં જે દંડા દેખાય છે એ પોલીસના દંડા દેખાય છે. એ પરથી લાગે છે કે પોલીસ પણ મળેલી છે. પોલીસ કેવી રીતે મળેલી હોઇ શકે? પોલીસ ત્યારે જ આવું કરી શકે કે જ્યારે એને ઉપરથી સંકેત હોય.

વધુમાં તેમણે કહ્યું કે,સારવાર લઇ રહેલા એ યુવાઓને હોસ્પિટલમાં મળીને આવ્યો છું. એમણે જણાવ્યું કે એ લોકો શિવસેના હતા. આવો આ એક જ કિસ્સો નથી, આવા તો અન્ય ત્રણ ચાર કિસ્સા બનેલા છે. આ પરથી એવું લાગે છે કે ગુજરાતની ભાજપા સરકાર છે જે પહેલા પોતાના ગુંડા મોકલીને માર મરાવે છે. પોલીસ ચૂપ રહે છે કોઇ એકશન નથી લેતી. પોલીસ જોતી રહે છે. પરંતુ ત્યાર બાદ જ્યારે સમગ્ર દલિત સમાજ આ અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે તો એમની પર દંડા ચલાવવામાં આવે છે અને ખોટા કેસ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, હું એવા અન્ય લોકો સાથે પણ મળ્યો કે જેમની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. ખોટા કેસ કરીને એમને જેલમાં નાંખી દેવામાં આવે છે. દલિત યુવાનોને માર મારવામાં 40થી વધુ શખ્સો હતા પરંતુ એની સામે 16-17ની જ ધરપકડ કરી છે. અમારી માંગ છે કે, ગુનેગારોને પકડવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે રૂહ કાંપી ઉઠે કે જેથી બીજી વાર આવું કરતાં કોઇ વિચારે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, ઊના દલિત અત્યાચાર, દલિત અત્યાચાર

આગામી સમાચાર