Home /News /gujarat /

Gujarat Riots : સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGPની જામીન અરજી કરી નામંજૂર

Gujarat Riots : સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGPની જામીન અરજી કરી નામંજૂર

સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGPની જામીન અરજી કરી નામંજૂર

Teesta Setalvad News : સેશન્સ કોર્ટે શનિવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DJP) આરબી શ્રીકુમારની જામીન અરજીઓ ફગાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને ધરપકડ કરી હતી. કોર્ટે મંગળવારે સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજીઓ પર પોતાનો આદેશ પહેલા ગુરુવાર અને પછી શનિવાર સુધી મુલતવી રાખ્યા હતા.

વધુ જુઓ ...
    ગુજરાત : અમદાવાદ સેશન્સ કોર્ટે શનિવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ (teesta setalvad) અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DJP) આરબી શ્રીકુમારની જામીન અરજીઓ ફગાવી દીધી હતી, (Gujarat Riot Case) જેઓ 2002ના ગુજરાત રમખાણમાં બનાવટી દસ્તાવેજોની મદદથી નિર્દોષ લોકોને ફસાવવા માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. (Gujarat Court Teesta Bail)

    બંનેએ આ ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. કોર્ટે મંગળવારે સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજીઓ પર પોતાનો આદેશ પહેલા ગુરુવાર અને પછી શનિવાર સુધી મુલતવી રાખ્યો હતો. સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને ધરપકડ કરી હતી.

    SITએ કોર્ટને જણાવ્યું હતું કે સેતલવાડ અને શ્રીકુમાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે કરવામાં આવેલા "મોટા ષડયંત્ર"નો ભાગ હતા. તેમના પર આરોપ છે કે 2002ની ગોધરા ટ્રેન ઘટના પછી પટેલના કહેવાથી સેતલવાડને રૂ. 30 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોVIDEO : જબલપુર રેલવે સ્ટેશન પર પોલીસકર્મીએ વૃદ્ધને નિર્દયતાથી માર માર્યો, થયો સસ્પેન્ડ

    SITએ દાવો કર્યો હતો કે શ્રીકુમાર "અસંતુષ્ટ સરકારી અધિકારી" હતા જેમણે " ચોક્કસ ઉદ્દેશયથી સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા નેતાઓ, અધિકારીઓ અને પોલીસ વહીવટને બદનામ કરવા આ ઘટનાનો દુરુપયોગ કર્યો હતો".
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन