ગાંધીનગર : આજે મોડી સાંજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે રાજ્યમાં યોજાનારા વેક્સિનેશન (Gujarat Coronavirus Vaccination Drive) કાર્યક્રમ અંગે્ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી નવા વર્ષથી શરૂથનારા વેક્સિનેશન કાર્યક્રમની રૂપરેખ તૈયાર કરી દેવામાં આવી છે. આ વેક્સિનેશનનો કાર્યક્રમ રાજ્યમાં આગામી 1 વર્ષ કરતા વધુ ચાલશે.
સરકારે વેક્સિનેશન કાર્યક્રમ માટે ટાસ્કફોર્સની રચના કરી છે. આ ટાસ્કફોર્સના સદસ્યોના નામની આજે ડૉ.જયંતિ રવિએ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ટાસ્ક ફોર્સમાં રાજ્યના પીડિયાટ્રિક્સ એસોસિએશનના વડા નવીન ઠક્કર, ડૉ.નશ્ચલ ભટ્ટ પીડિયાટ્રિક્સ, ડૉ. સપન પંડ્યા ઇમ્યૂનોલૉજિસ્ટ , ડૉ.ભદ્રેશ વ્યાસ જામનગર જીજી કૉલેજના એચ.ઓ.ડી.નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : રાજ્યમાં Coronaનાં વળતા પાણી, 24 કલાકમાં 810 નવા કેસ, રિકવરી રેટ 94.02% થયો
રાજ્યમાં અંદાજે 1.13 કરોડ વ્યક્તિને વેક્સિન પ્રથમ ચરણમાં મળશે
રાજ્યમાં વેક્સિન માટે સૌથી પહેલાં 1.13 કરોડ લોકોની નોંધણી કરવામાં આવી છે. આ નોંધણીમાં રાજ્યના 4.31 લાખ આરોગ્ય કાર્યકર, 6.03 લાખ ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના 1.03 કરોડ લોકો , 50થી ઓછી ઉંમરના 2.67 લાખ લોકો વેક્સિન માટે નોંધાયા છે જેમને સૌથી પહેલાં રસી આપવામાં આવશે. આમ કુલ 1.13 કરોડ વ્યક્તિને વેક્સિન આપવામાં આવશે.
વેક્સિન માટે કૉલ્ડ ચેઇન પોઇન્ટસની જાળ
રાજ્યમાં આ વેક્સિનને છેવાડાના વિસ્તારોના પોઇન્ટ સુધી લઈ જવા માટે કૉલ્ડ ચેઇન પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેક્સિન રાજ્યના કુલ 2195 કૉલ્ડ ચેઇનપોઇન્ટ્સ પર જોઇતા ટેમ્પરેચરમાં સુરક્ષિત રહેશે.
28 દિવસમાં બે ડૉઝ લેવા પડશે
ડૉ.રવિની પ્રેસ કૉન્ફરન્સમાં આપવામાં આવેલી વિગતો મુજબ આ વેક્સિન રાજ્યમાં 28 દિવસમાં બે વાર લેવી પડશે. એક વેક્સિન પોઇન્ટમાં 0.5 એમ.એલ.નો ડોઝ હશે એમાંથી પાંચ ઇન્જેક્શન આપી શકાશે. આ વેક્સિનની હજુ સુધી કિડની, હાર્ટ કે લીવર પર કોઈ આડ અસર જોવા મળી નથી.
આ પણ વાંચો : કોવિડ-19ને લઈને કેન્દ્રએ જાહેર કર્યું દિશાનિર્દેશ, બ્રિટનના નવા કોરોના સ્ટ્રેન માટે ખાસ સલાહ
વેક્સિનની સાઇડ ઇફેક્ટ માઇનર હશે
દરમિયાન ડૉ.જયંતિ રવિએ જણાવ્યું છે કે આ વેક્સિનની સાઇડ ઇફેક્ટ માઇનર હશે. કદાય વેક્સિનની એડવર્સ ઇફેક્ટ જોવા મળશષે તો પણ આડ અસર નહીં થાય. જેમની ઇમ્યુનિટી નબળી હશે એમને સામાન્ય વ્યક્તિ કરતા વેક્સિનની અસર ઓછી થશે પણ આડ અસર નહીં થાય. રસી આપ્યા પછી તાવ કે શરીર દુ:ખાવા જેવી ફરિયાદ થઈ શકે છે પરંતુ સાઇડઇફેક્ટ વિશે હજુ સુધી કોઈ અહેવાલ નથી.