અમદાવાદમાં 80 સહિત રાજ્યમાં નવા 112 કેસ નોંધાયા, 24 કલાકમાં 19 લોકોના મોત

અમદાવાદમાં 80 સહિત રાજ્યમાં નવા 112 કેસ નોંધાયા, 24 કલાકમાં 19 લોકોના મોત
અમદાવાદમાં 80 સહિત રાજ્યમાં નવા 112 કેસ નોંધાયા, 24 કલાકમાં 19 લોકોના મોત

રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus)કુલ 2,178 કેસ નોંધાયા

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus Gujarat Updates)નો કહેર ચાલુ જ છે. મંગળવારે સવારે 10 વાગ્યા પછી રાજ્યમાં કોરોના વાયરસના નવા 112 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus)કુલ 2,178 કેસ નોંધાયા છે. સાથે જ કોરોના વાયરસને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  19 લોકોના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના (Gujarat Health Department) અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

  નવા 112 કેસમાં અમદાવાદમાં 80 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 9, વડોદરામાં 6, બનાસકાંઠામાં 6, અરવલ્લીમાં 4, ભરુચ, નવસારી, વલસાડ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદમાં 1-1 કેસ સામે આવ્યા છે.  આ પણ વાંચો - રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો 20 એપ્રિલથી 10 જૂન સુધીમાં પૂર્ણ કરાશે

  કોરોનાના દર્દીઓની સારવાર માટે SVPની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ

  અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં 16 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે 51 દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે અને આજે વધુ એક દર્દીને કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ કરી છે. આમ હવે 1000 દર્દીની સારવાર થઈ શકશે.

  કોવિડ-19 સામેની લડતમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ઉપયોગની સાથે-સાથે લોકો સ્વયં જવાબદાર બને અને બીજાને પણ જવાબદાર બનાવે તે બાબત ઉપર ભાર મુકતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, કર્ફયુગ્રસ્ત ત્રણ શહેરો - અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારો કે જ્યાં હજુપણ કર્ફ્યુંમુક્તિ વખતે લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરી, બેજવાદારીથી વર્તતા હોવાનું જોવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં આ ત્રણેય શહેરોના કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કર્ફ્યુ સમયગાળો વધારીને 24 એપ્રિલ, 2020 સવારે 6.00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:April 21, 2020, 20:04 pm

  ટૉપ ન્યૂઝ