રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 804 નવા કેસ, 7 દર્દીનાં મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 804 નવા કેસ, 7 દર્દીનાં મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં આજે 999 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા, જાણો તમારા જિલ્લામાં કેટલા નવા કેસ નોંધાયા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat Coronavirus Cases) કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 29મી ડિસેમ્બરના રોજ વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે માત્ર 804 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 999 દર્દી સાજા થયા છે. આજના કેસની સંખ્યા ઉમેરતા રાજ્યમાં કુલ કેસનો આંકડો2,43,495 થઈ ગયો છે.

    રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 170, સુરતમાં 156, વડોદરામાં 130, રાજકોટમમાં 91, કચ્છમાં 23, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 10, પંચમહાલમાં 18, ખેડામાં 15, ભાવનગરમાં 7 ગાંધીનરમાં 24, જૂનાગઢમાં 13, સાબરકાંઠામાં 10, ભરૂચમાં 18, દાહોદમાં 18 કેસ નોંધાયા છે. આણંદમાં 9, ગીરસોમનાથમાં 4, મોરબી અને નર્મદામાં 3-3, મહીસાગરમાં 7, અમરેલીમાં 5, સુરેન્દ્રનગરમાં 4, બોટાદમાં 1, અરવલ્લીમાં 3-3, જામનગરમાં 8, નવસારીમાં 5, છોટાઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 3, પોરબંદરમાં 2, વલસાડમાં 1, ડાંગમાં 3, તાપીમાં 1, પાટણમાં 7 મળીને કુલ 804 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો :  'તબિયત નાદુરસ્ત છે, પક્ષનું કામ કરીશ,' મનસુખ વસાવાની સાંસદ તરીકે રાજીનામું આપવાની ઇચ્છા

    રાજ્યમાં હાલમાં કુલ 10021 કેસ એક્ટિવ છે અને સારવાર લઈ રહ્યા છે. જ્યારે 62 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ કેસ પૈકીના 9958 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કુલ 229143 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 7 દર્દીનાં મોત થતા કુલ મૃત્યુ આંક 4295 પર પહોંચ્યો છે.

    રાજ્યમાં આજે અમદાવાદમાં 3, બનાસકાંઠા, સુરત, બોટાદ અને સુરત શહેરમાં 1-1 મોત થયા છે, આમ કુલ 7 દર્દીનાં નિધન થતાની સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 94.12 ટકા પહોંચ્યો છે જ્યારે આજે પણ વધુ 53,389 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ 5,20,340 વ્યક્તિ હજુ હોમ ક્વૉરન્ટાઇન હેઠળ છે. જ્યારે 113 વ્યક્તિ સરકારી ફેસેલિટીમાં ક્વૉરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

    Coronaનો નવો સ્ટ્રેન પહેલાના Corona કરતા 60 ટકા વધુ ઝડપથી ફેલાય છે

    બ્રિટનમાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે વિશ્વવ્યાપી ગભરાટ ફેલાયો છે. લગભગ 10 મહિનાથી મહામારીથી પીડિત વિશ્વ માટે નવો સ્ટ્રેન નવી મુશ્કેલીઓ લાવ્યો છે. હવે દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, નવો સ્ટ્રેન પહેલા કરતાં 60 ટકા વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. એવું નોંધવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના નવો સ્ટ્રેનમાં પ્રોટીન સ્પાઇકમાં 17 નવા ફેરફારો થયા છે, જેમાંથી 8 ખૂબ મહત્વપૂર્ણ છે.
    Published by:Jay Mishra
    First published:December 29, 2020, 20:09 pm

    ટૉપ ન્યૂઝ