Home /News /gujarat /શનિ-રવિ સ્વયંભૂ બંધ! મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, ભિલોડા સહિત અનેક શહેરોના વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

શનિ-રવિ સ્વયંભૂ બંધ! મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, ભિલોડા સહિત અનેક શહેરોના વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

સ્વયંભૂ બંધ

કોરોના સંક્રમણની ચેન તોડવા માટે અનેક શહેરોમાં વેપારી સહિત અનેક સંગઠનો જાતે જ આગળ આવ્યા છે અને સ્વયંભૂ બંધની જાહેરાત કરી છે.

કેતન પટેલ, મહેસાણા : રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે અનેક શહેરોમાં વેપારી સહિત અનેક સંગઠનો જાતે જ આગળ આવ્યા છે અને સ્વયંભૂ બંધની જાહેરાત કરી છે. જેમાં મહેસાણા, સિદ્ધપુર, ઊંઝા, ભિલોડા, રાજકોટ, મહિસાગર, સુરત સહિતના અનેક શહેરોમાં શનિ-રવિ સ્વયંભૂ બંધની જાહેરાતો કરવામાં આવી રહી છે.

મહેસાણા શહેરમાં ધંધા રોજગાર શનિવાર અને રવિવાર સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો આવતીકાલે શનિવાર અને રવિવાર વેપારીઓ સ્વયંમભુ બંધ રાખશે સોમવારથી શહેરના બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. મહેસાણા શહેરના વેપારીઓની આજરોજ મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે બેઠક મળી હતી આ બેઠકમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, સરકારી તંત્ર બેઠકમાં હાજર રહ્યું હતું તેમજ મહેસાણા શહેરના વિવિધ વેપારી એસોસિએશન પ્રમુખો, મંત્રી સભ્યોઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં શહેરમાં રવિવારના રોજ ભરાતું ગુજરી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમજ મહેસાણા શહેરમાં શનિ અને રવિ એમ 2 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો શનિ અને રવિવાર ના રોજ મહેસાણા શહેરના તમામ વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે તેમજ સોમવારથી શહેરના બજારો સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવામાં આવશે 30 તારીખ સુધી 6 વાગ્યા સુધી જ બજારો ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં થોડા કેટલાક દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસ માં વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈ હાલ મહેસાણા જિલ્લાના નાગરિકો સહિત તંત્ર ચિંતિત બન્યું છે.

આ પણ વાંચોExplained : કોરોના સંક્રમણનો ફરીથી ભોગ કોણ બની શકે, શું કાળજી રાખવી? જાણીલો આ બાબતો

આ બાજુ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહેપારીઓ આજે સાંજે 6 વાગ્યાથી સ્વયંભૂ બંધ પાળશે, તો રાજકોટ સોની બજારના ટોચના જ્વેલર્સોનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આજ સાંજથી બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાળશે. તેમણે તમામને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવા આહવાન પણ કર્યું છે. તો બાયડના ઝાંઝરી ધોધ પર પર્યટકોના પ્રવેશ માટે બંધ કરાયો છે. રાજ્યમાંથી આવતા હજારો પર્યટકો માટે સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાના વધતા સંક્રમણના કારણે કલેકટરે લીધો નીર્ણય. ઉનાળાની ગરમીમાં હજારો પર્યટકો આવતા હોય છે ઝાંઝરી ધોધ પર. ધોધ વિસ્તારમાં પ્રવેશ કરનારને ત્રણ માસની સજા અને ૨૦૦ રૂપિયા દંડ ફટકારાશે.

બીજી બાજુ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઊંઝા 2 દિવસ બંધ રહેશે ઊંઝાનું બજાર શનિ અને રવિવારના એટલે કે 10 અને 11 તારીખના રોજ બંધ રહેશે. સાથે માસ્કનો પણ ફરજીયાત ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, દૂધ અને મેડિકલ સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે. ઊંઝા પાલિકા દ્વારા વેપારીઓને વિનંતી કરાઈ છે કે, ઊંઝા એપીએમસીનું બે દિવસ સંપૂર્ણ કામકાજ બંધ રહેશે. શનિ અને રવિવારે એપીએમસી માં સંપૂર્ણ કામકાજ બંધ. એપીએમસી દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય.

આ પણ વાંચોપ્રધાનમંત્રી આવાસ યોજનાના 2.14 કરોડ લાભાર્થીની યાદી જાહેર, કોને નહીં મળે લાભ, શું છે નિયમ-શરતો

તો સુરત કડોદરા ખાતે સ્વયં-ભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કડોદરા નગરપાલિકા, કડોદરા GIDC પોલીસ તેમજ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી જનતાને અપીલ. કડોદરા ખાતે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતાં કરાઈ અપીલ. આજે રાત્રે 8 થી લઈને સોમવાર સવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉનની કરાય અપીલ, જોકે આવશ્યક સેવાઓ ચાલું રહેશે. આ બાજુ દ્વારકા ઓખા મંડળના વેપારી આગેવાનો સાથે પ્રાંત અધિકારીએ મીટીંગ યોજી હતી. આવતી કાલથી એક સપ્તાહ સુધી વેપારીઓ સ્વેછીક બંધમાં જોડાશે. યાત્રાધામ દ્વારકા ઓખા સહિતના વેપારીઓ સાંજે છ વાગ્યા બાદ અને લારી ગલ્લા વાળા રાત્રે 9 વાગ્યા બાદ બંધ રાખવાનો સ્વેછીક નિર્ણય લેવાયો.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનું જનોડ ગામ દ્વારા પણ ૦૩ દિવસ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. જનોડ ગામમાં કોરોના સંક્રમણ વધતા સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ નિર્ણય લીધો છે. જનોડ ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં ૦૬ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં શનિવાર અને રવિવારે સ્વૈચ્છીક બંધનું એલાન કરવામાં આવ્યું છે. વેપારી એસોશિયેશન અને પંચાયતનો સંયુક્ત નિર્ણય છે કે, બે દિવસમાં ૭૦ રેપિડ કોરોના કેસ આવતા નિર્ણય લેવાયો. આજે રાત્રીથી સોમવાર સવાર સુધી બજાર બંધ રહેશે. તો બોટાદના બરવાળા કોટનું કામકાજ બંધ રાખવાનો બાર એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય. 11 એપ્રિલ થી 25 એપ્રિલ સુધી કોર્નું તમામ કામકાજ રહેશે બંધ. બરવાળા બાર એસોસિએશન દ્વારા વધતા જતા કોરોના કેસોને લઈ લીધો નિર્ણય.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો