રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 861 નવા કેસ, 24 કલાકમાં 15 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 861 નવા કેસ, 24 કલાકમાં 15 દર્દીઓના મોત
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં 429 દર્દીઓએ કોરોનાને માત આપી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2010 થયો

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 861 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 307 કેસ નોંધાયા છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 307, અમદાવાદમાં 162, વડોદરામાં 68, ગાંધીનગરમાં 32, વલસાડમાં 28, રાજકોટમાં 20, જૂનાગઢ, ભાવનગર, ભરૂચમાં 19-19, બનાસકાંઠામાં 18, ખેડા-મહેસાણામાં 17-17, નવસારીમાં 16, દાહોદમાં 13, આણંદ, સાબરકાંઠા, જામનગરમાં 11-11, સુરેન્દ્રનગરમાં 10, ગીર સોમનાથમાં 9, અમરેલી, તાપીમાં 8-8, બોટાદમાં 6, પાટણ, કચ્છમાં 5-5, છોટા ઉદેપુર, મોરબી, પંચમહાલમાં 4-4, અને નર્મદા,પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે.  આ પણ વાંચો - આયુર્વેદિક દવાઓથી થશે કોવિડ-19ની સારવાર, ભારત-US ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરશે

  રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 6, જ્યારે અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2010 થયો છે. બીજી તરફ અમદાવાદમાં 139, સુરતમાં 124, વડોદરામાં 28, ભરૂચમાં 20, ગાંધીનગરમાં 16, ખેડામાં 14 અને સાબરકાંઠામાં 11 સહિત કુલ 429 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 9528 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 9456 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 27,742 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:July 09, 2020, 20:37 pm

  ટૉપ ન્યૂઝ