રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1243 કેસ નોંધાયા, 1518 દર્દી સાજા થયા, રિકવરી રેટ 86.76% થયો

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1243 કેસ નોંધાયા, 1518 દર્દી સાજા થયા, રિકવરી રેટ 86.76% થયો
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા, આજે રાજ્યમાં કુલ 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1243 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1518 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3550 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 264 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 149194 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 16,203 છે. આજે રાજ્યમાં કુલ 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.76 ટકા છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 264, અમદાવાદમાં 180, રાજકોટમાં 132, વડોદરામાં 122, જામનગરમાં 95, બનાસકાંઠામાં 39, મહેસાણામાં 38 અને જૂનાગઢમાં 37 સહિત કુલ 1243 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - સુરેન્દ્રનગર : ખેડૂતો પાસે SDRFના ફોર્મ ભરવાના લેવાય રહ્યા છે 50 રૂપિયા, વીડિયો થયો વાયરલ

  રાજ્યમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, સુરતમાં 3-3, જ્યારે બનાસકાંઠા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 311, અમદાવાદમાં 216, કચ્છમાં 165, રાજકોટમાં 112, જામનગરમાં 104 અને વડોદરામાં 114 સહિત કુલ 1518 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 16,203 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 83 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,120 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 129411દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:October 09, 2020, 20:02 pm

  ટૉપ ન્યૂઝ