રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1248 કેસ નોંધાયા, 1266 દર્દી સાજા થયા, રિકવરી રેટ 86.46% થયો

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1248 કેસ નોંધાયા, 1266 દર્દી સાજા થયા, રિકવરી રેટ 86.46% થયો
પ્રતિકાત્મક તસવીર

આજે રાજ્યમાં કુલ 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા, 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 10 દર્દીઓના મોત થયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1248 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1266 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3541 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 270 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 147951 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,487 છે. આજે રાજ્યમાં કુલ 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 86.46 ટકા છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 270, અમદાવાદમાં 195, રાજકોટમાં 105, વડોદરામાં 122, જામનગરમાં 89, મહેસાણામાં 39 અને અમરેલીમાં 34 સહિત કુલ 1248 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - 60 વર્ષની ઉંમરમાં LIC વીમા એજન્ટે શરૂ કરી ટ્રેક્ટર બનાવતી કંપની સોનાલિકા, ભારતના અમીરોના લિસ્ટમાં સામેલ

  રાજ્યમાં કોરોનાના કારણે 10 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, જ્યારે અમરેલી, બનાસકાંઠા, ગીર સોમનાથ, પાટણ અને તાપીમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 306, અમદાવાદમાં 242, રાજકોટમાં 108, જામનગરમાં 105, વડોદરામાં 63 સહિત કુલ 1266 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 16,487 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,406 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 127923 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:October 08, 2020, 21:11 pm

  ટૉપ ન્યૂઝ