કોરોના વાયરસ : રાજ્યમાં નવા 498 કેસ નોંધાયા, 24 કલાકમાં 29 દર્દીના મોત

News18 Gujarati
Updated: June 6, 2020, 8:04 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 498 કેસ નોંધાયા, 24 કલાકમાં 29 દર્દીના મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કુલ 19,617 કેસ થયા, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)માં કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 498 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 19,617 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 29 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં (Ahmedabad Coronavirus updates) 289 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6, સાબરકાંઠા-કચ્છમાં 5-5, બનાસકાંઠા-પંચમહાલમાં 4-4, ભરુચ-છોટા ઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદ્દત 1 વર્ષ સુધી વધારાઈ

રાજ્યમાં 29 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1219 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 210, સુરતમાં 35, વડોદરામાં 23, સાબરકાંઠામાં 10, ગાંધીનગર, મહીસાગરમાં 9-9, વલસાડમાં 4, બનાસકાંઠા, મહેસાણામાં 3-3, અમરેલીમાં 2, જ્યારે પાટણ, ભાવનગર, જામનગર, ખેડા અને કચ્છમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 5074 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5013 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 13324 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 6, 2020, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading