રાજ્યમાં કોરોનાના નવા 990 કેસ, 1055 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 90.95 ટકા

રાજ્યમાં કોરોનાના નવા 990 કેસ, 1055 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 90.95 ટકા
(પ્રતિકાત્મક તસવીર)

આજે રાજ્યમાં કુલ 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા, 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 7 દર્દીઓના મોત થયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)990 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1055 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3747 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 217 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,77,598 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,326 છે. આજે રાજ્યમાં કુલ 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 217, અમદાવાદમાં 173, વડોદરામાં 115, રાજકોટમાં 94, મહેસાણામાં 44, ગાંધીનગરમાં 37, બનાસકાંઠામાં 35, પાટણમાં 29 સહિત કુલ 990 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - GPSC Class 1 & 2 સહિત વિવિધ વિભાગો માટે કુલ 1203 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

  રાજ્યમાં કોરોનાના કારણે 7 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 3, અમદાવાદમાં 2 જ્યારે દાહોદ અને ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 220, અમદાવાદમાં 176, વડોદરામાં 145, રાજકોટમાં 78, સાબરકાંઠામાં 40 સહિત કુલ 1055 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 12,326 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 67 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,259 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,61, 525 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:November 05, 2020, 20:25 pm