રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા, 3004 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 96.32 ટકા

રાજ્યમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા, 3004 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 96.32 ટકા
પ્રતિકાત્મક તસવીર

આજે કુલ 2,63,507 વ્યક્તિઓનું રસીકરણ થયું

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 996 કેસ નોંધાયા છે. જેની સામે 3004 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9921 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.32 ટકા છે. અત્યાર સુધીમાં 1,81,78,319 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,63,507 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 149 સુરતમાં 127, વડોદરામાં 211, રાજકોટમાં 77, જૂનાગઢમાં 61, ગીર સોમનાથમાં 41, ભરૂચમાં 36, આણંદમાં 26, જામનગરમાં 25, અરવલ્લીમાં 21, ખેડામાં 20, નવસારીમાં 17, વલસાડમાં 16, બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં 15-15, મહીસાગરમાં 14 સહિત કુલ 996 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - અમદાવાદ : AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે સોમવારથી શરૂ થશે

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 4, સુરતમાં 3, વડોદરામાં 2, રાજકોટ, જામનગર, અમરેલી, સાબરકાંઠા, ભાવનગર અને નર્મદામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 433, સુરતમાં 268, વડોદરામાં 657, રાજકોટમાં 35, જામનગરમાં 279, કચ્છમાં 191, મહેસાણામાં 133, જૂનાગઢમાં 126, આણંદમાં 118, પંચમહાલમાં 92, અમરેલીમાં 70 સહિત કુલ 3004 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 20087 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 382 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 19705 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 785378 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:June 05, 2021, 20:39 pm

  ટૉપ ન્યૂઝ