Coronavirus: રાજ્યમાં નવા 492 કેસ નોંધાયા, 24 કલાકમાં 33 દર્દીના મોત

News18 Gujarati
Updated: June 4, 2020, 8:38 PM IST
Coronavirus: રાજ્યમાં નવા 492 કેસ નોંધાયા, 24 કલાકમાં 33 દર્દીના મોત
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 291 કેસ નોંધાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)માં કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 492 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 33 દર્દીના મોત થયા છે.  એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં (Ahmedabad Coronavirus updates) 291 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, ભાવનગરમાં 2, બનાસકાંઠામાં 6, આણંદમાં 4, રાજકોટમાં 2, અરવલ્લીમાં 4, મહેસાણામાં 9, પંચમહાલમાં 3, બોટાદમાં 1, ખેડામાં 4, જામનગરમાં 1, ભરૂચમાં 1, સાબરકાંઠામાં 4, દાહોદમાં 4, કચ્છમાં 1, નર્મદામાં, દેવભૂમિ દ્વારકામાં 1 સુરેન્દ્રનગરમાં 1 અને રાજ્યના અન્ય 8 કેસ મળીને કુલ 492 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ પણ વાંચો - NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કીની નિમણૂક થતા શંકરસિંહ વાઘેલા નારાજ

રાજ્યમાં 33 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 28, જ્યારે બોટાદ,‍ કચ્છ,‍ ગાાંધીનગર,‍ પાટણ‍ અને વલસાડ‍માં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1155 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 296, વડોદરામાં 34, સુરતમાં 53, આણંદમાં 4, નર્મદામાં 3, સાબરકાંઠા અને વલસાડમાં 3, ભાવનગર-મહેસાણામાં 2, જ્યારે અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને રાજકોટમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 4779 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જ્યારે 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 4, 2020, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading