કોરોના વાયરસ : રાજ્યમાં 712 નવા કેસ નોધાયા, 24 કલાકમાં 21 દર્દીઓના મોત

News18 Gujarati
Updated: July 4, 2020, 8:55 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં 712 નવા કેસ નોધાયા, 24 કલાકમાં 21 દર્દીઓના મોત
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 253 કેસ નોંધાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 712 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 21 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 253 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 253, અમદાવાદમાં 172, વડોદરામાં 61, રાજકોટમાં 47, ભાવનગરમાં 20, વલસાડમાં 19, ભરૂચ, ગાંધીનગરમાં 15-15, નવસારીમાં 11, બનાસકાંઠા, ખેડામાં 10-10, જૂનાગઢમાં 9, મહેસાણામાં 8, અરવલ્લી, કચ્છમાં 7-7, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, જામનગરમાં 6-6, આણંદ, ગીર સોમનાથમાં 4-4, મોરબીમાં 3, પંચમહાલ, મહીસાગર, બોટાદ, અમરેલીમાં 2-2, જ્યારે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - કોરોનાની સ્વદેશી વેક્સીન પર ઉઠ્યા સવાલો, ICMRએ કહ્યું- કામ ઝડપથી થશે, લોકોની સુરક્ષા સૌથી ઉપર

રાજ્યમાં કોરોનાના કારણે 21 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 9, સુરત, રાજકોટમાં 4-4, જ્યારે જૂનાગઢ, મહેસાણા, અરવલ્લી, કચ્છ અને વલસાડનાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1927 થયો છે. બીજી તરફ અમદાવાદમાં 228, સુરતમાં 109, વડોદરામાં 29, રાજકોટમાં 23, સુરેન્દ્રનગરમાં 12 સહિત કુલ 473 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 8057 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 7989 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 25,414 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: July 4, 2020, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading