રાજ્યમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા, 3398 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 96.07 ટકા

રાજ્યમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા, 3398 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 96.07 ટકા
પ્રતિકાત્મક તસવીર

આજે કુલ 2,75,139 વ્યક્તિઓનું રસીકરણ થયું

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1120 કેસ નોંધાયા છે. જેની સામે 3398 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9906 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકા છે. અત્યાર સુધીમાં 1,79,14,812 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,75,139 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 184 સુરતમાં 133, વડોદરામાં 227, રાજકોટમાં 89, જૂનાગઢમાં 68, ગીર સોમનાથમાં 51, ભરૂચમાં 32, જામનગરમાં 29, આણંદમાં 28, ભાવનગરમાં 25, કચ્છ-અમરેલીમાં 24-24, બનાસકાંઠામાં 22, વલસાડમાં 21, મહેસાણા-નવસારીમાં 18-18, ખેડામાં 16 સહિત કુલ 1120 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - જાવડેકરે કહ્યું - ખાનગી હોસ્પિટલોને વેક્સીન વેચી રહી છે પંજાબ સરકાર, ભાષણ ના આપે રાહુલ ગાંધી

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 4, સુરતમાં 3, વડોદરામાં 2 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 491, સુરતમાં 281, વડોદરામાં 475, રાજકોટમાં 42, કચ્છમાં 384, જામનગરમાં 267, જૂનાગઢમાં 138, તાપીમાં 127, આણંદમાં 123, ગીર સોમનાથમાં 119, મહેસાણામાં 104, નવસારીમાં 78 સહિત કુલ 3398 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 22110 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 412 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 21698 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 782374 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:June 04, 2021, 19:50 pm

  ટૉપ ન્યૂઝ