24 કલાકમાં કોરોનાના નવા 1325 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ કેસ એક લાખને પાર

24 કલાકમાં કોરોનાના નવા 1325 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ કેસ એક લાખને પાર
(પ્રતિકાત્મક તસવીર)

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1126 દર્દીઓ સાજા થયા, આજે રાજ્યમાં કુલ 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા, 24 કલાકમાં 16 દર્દીઓના મોત, રાજ્યમાં કોરોનાના કુલ કેસ 100375 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,131

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1325 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1126 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3064 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 272 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 100375 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,131 છે. આજે રાજ્યમાં કુલ 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 272, અમદાવાદમાં 166, વડોદરામાં 134, રાજકોટમાં 135, જામનગરમાં 115, ભાવનગરમાં 58, ગાંધીનગરમાં 39, પંચમહાલમાં 32, બનાસકાંઠામાં 30, અમરેલીમાં 29, ભરૂચ, જૂનાગઢમાં 27, પાટણમાં 26-26, મોરબીમાં 24, મહેસાણામાં 23, સુરેન્દ્રનગરમાં 22, દાહોદમાં 18, તાપીમાં 16, આણંદમાં 15, ગીર સોમનાથ, કચ્છમાં 14-14, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં 12-12, ખેડા-વલસાડમાં 10-10, મહીસાગર, નર્મદા, નવસારી, સાબરકાંઠામાં 9-9, છોટા ઉદેપુર, ડાંગમાં 7-7, બોટાદમાં 6 અને પોરબંદરમાં 1 સહિત કુલ 1325 નવા કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - AMC એક્શનમાં : વરસાદની આડમાં કેમિકલના પાણી છોડવા મામલે કંપનીઓને 30 લાખનો દંડ

  રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, વડોદરામાં 2 જ્યારે ભરૂચ, ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 291, વડોદરામાં 198, રાજકોટમાં 125, જામનગરમાં 110, અમદાવાદમાં 76 સહિત કુલ 1126 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 16,131 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,042 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 81,180 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:September 03, 2020, 20:04 pm

  ટૉપ ન્યૂઝ