કોરોના વાયરસ : રાજ્યમાં 681 નવા દર્દીઓ નોધાયા, 24 કલાકમાં 19 લોકોના મોત

News18 Gujarati
Updated: July 2, 2020, 8:24 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં 681 નવા દર્દીઓ નોધાયા, 24 કલાકમાં 19 લોકોના મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,999 પોઝિટિવ કેસ નોંધાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 681 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,999 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 19 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 227 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત જિલ્લામાં 227, અમદાવાદ જિલ્લામાં 211, વડોદરામાં 57, રાજકોટમાં 26, ભાવનગરમાં 14, જુનાગઢમાં 13, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 12-12, જામનગરમાં 11, ભરુચ અને પાટણમાં 10-10 કેસ સહિત 681 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - મુંબઈમાં 2-3 દિવસમાં થશે ભારે વરસાદ, મોસમ વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં કોરોનાના કારણે 19 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં 2 જ્યારે જૂનાગઢ, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1888 થયો છે અમદાવાદમાં 261, સુરતમાં 205, વડોદરામાં 103, ભરૂચમાં 14 સહિત કુલ 563 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 7510 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 7442 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 24,601દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
First published: July 2, 2020, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading