અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 2230 કેસ નોંધાયા છે. જેની સામે 7109 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 29 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9790 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.98 ટકા છે. અત્યાર સુધીમાં 1,67,11,233 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 1,97,993 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 7, સુરતમાં 5, રાજકોટમાં 2, વડોદરામાં 4 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 2125 સુરતમાં 554, વડોદરામાં 694, રાજકોટમાં 472, જામનગરમાં 151, ભરુચમાં 248, આણંદમાં 231, જૂનાગઢમાં 338, મહીસાગરમાં 206, ભાવનગરમાં 195, સાબરકાંઠામાં 187, અમરેલીમાં 176, કચ્છમાં 172, ખેડામાં 146, મહેસાણામાં 139 સહિત કુલ 7109 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 38703 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 544 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 38149 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 757124 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર