કોરોના વાયરસ : રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં 600થી વધારે કેસ આવ્યા

News18 Gujarati
Updated: June 27, 2020, 9:26 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં 600થી વધારે કેસ આવ્યા
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 18 દર્દીના મોત થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 615 નવા કેસ નોંધાયા છે. આમાં કચ્છ આર્મી કેન્ટોનમેન્ટમાં 11 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,773 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં એક દિવસમાં પ્રથમ વખત 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 211 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 615 કેસમાં અમદાવાદ જિલ્લામાં 211, સુરતમાં 184, વડોદરામાં 47, નવસારીમાં 21, મહેસાણામાં 16, ભાવનગરમાં 14, રાજકોટમાં 12, આણંદ-કચ્છમાં 11-11, ગાંધીનગર, ભરૂચમાં 8-8, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુરમાં 7-7, જામનગર, અરવલ્લી, પંચમહાલ, વલસાડમાં 5-5, ખેડા, અમરેલી, નર્મદા, મોરબીમાં 3-3, પાટણ, બોટાદ, ગીર સોમનાથ, દાહોદમાં 2-2 અને બનાસકાંઠા, તાપી, મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉનનો સદુપયોગ, ખેડૂતે એક મહિનાની મહા-મહેનતે અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવ્યું

રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 12, સુરતમાં 2 જ્યારે રાજકોટ, ગાંધીનગર, બોટાદ અને જૂનાગઢમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1790 થયો છે

અમદાવાદમાં 218, સુરતમાં 69, વડોદરામાં 10, સુરેન્દ્રનગરમાં 9, આણંદ, જામનગર, અરવલ્લીમાં 8-8 સહિત કુલ 379 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 6566 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6497 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 22417દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 27, 2020, 9:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading