કોરોના વાયરસ : રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા

News18 Gujarati
Updated: June 26, 2020, 8:31 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 લાકોના મોત

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 580 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 219 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 580 કેસમાં અમદાવાદ જિલ્લામાં 219, સુરત જિલ્લામાં 182, વડોદરા જિલ્લામાં 45, ભરુચમાં 16, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 13, જામનગરમાં 9, ભાવનગર, આણંદ અને પાટણમાં 8-8, મહેસાણામાં 7, સુરેન્દ્રનગર અને નર્મદામાં 6-6, ખેડા અને અમરેલીમાં 5-5, પંચમહાલ અને નવસારીમાં 4-4, કચ્છમાં 3, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર અને મોરબીમાં 2-2, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં 1-1 અને અન્ય રાજયમાં 5 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - મોત કા સિઝન ચલ રહા હૈ- આપઘાતના એક દિવસ અગાઉ બનાવ્યો હતો ટિકટોક વીડિયો

રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 3, અરવલ્લી, ભરુચમાં 2-2 અને મહેસાણા,પાટણ, બનાસકાંઠામાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1772 થયો છે

અમદાવાદમાં 210, વડોદરામાં 101, સુરતમાં 149, ગાંધીનગરમાં 11, આણંદમાં 10, પાટણ, અરવલ્લીમાં 8, પંચમહાલમાં 7, ખેડામાં 5, રાજકોટમાં 4 સહિત કુલ 532 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 6348 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6287 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 22038 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 26, 2020, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading