કોરોના વાયરસ : રાજ્યમાં નવા 577 કેસ નોંધાયા, 24 કલાકમાં 18 દર્દીના મોત

News18 Gujarati
Updated: June 25, 2020, 8:13 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 577 કેસ નોંધાયા, 24 કલાકમાં 18 દર્દીના મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 577 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં (Ahmedabad Coronavirus updates) 225 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 577 કેસમાં અમદાવાદ શહેરમાં 225 અને અમદાવાદ જિલ્લામાં 13, સુરત શહેરમાં 152 અને સુરત જિલ્લામાં 12, વડોદરા શહેરમાં 44, જામનગર શહેરમાં 11, નર્મદામાં 11, ગાંધીનગરમાં 10, રાજકોટ શહેર અને ભરુચ જિલ્લામાં 9-9, વલસાડમાં 8, આણંદમાં 7, પંચમહાલ અને ખેડામાં 6-6, ગાંધીનગર શહેર, રાજકોટ, કચ્છ અને નવસારી જિલ્લામાં 5-5, ભાવનગર શહેર, જુનાગઢ શહેર, મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લામાં 4-4, જામનગર અને અમરેલી જિલ્લામાં 3-3, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 2-2, ભાવનગર, બોટાદ, દાહોદ અને મોરબી જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - અનલૉક-1ને એક મહિનો થયા બાદ હજુ પણ સુરતમાં વેપાર-રોજગારની ગાડી પાટા પર ચડી નથી

રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 11 અને અમદાવાદ જિલ્લામાં 1, સુરત શહેરમાં 3, ગાંધીનગર શહેરમાં અને ગાંધીનગર જિલ્લામાં 1-1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1754 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં 199 અને અમદાવાદ જિલ્લામાં 17, વડોદરા શહેરમાં 51, સુરત શહેરમાં 46, ગાંધીનગર જિલ્લામાં 36, ભરુચ જિલ્લામાં 11, આંણદ જિલ્લામાં 8, જામનગર શહેરમાં 6, રાજકોટ જિલ્લામાં 5, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં 4-4, રાજકોટ શહેર, પંચમહાલ, ખેડા, જુનાગઢ શહેર અને સુરેન્દ્રનગરમાં 3-3, અમરેલી અને નર્મદામાં 2-2, ભાવનગર શહેર, જામનગર, મોરબી અને વડોદરા જિલ્લામાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યારે કુલ 6318 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6252 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 21506 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
First published: June 25, 2020, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading