રાજ્યમાં કોરોનાના નવા 1081 કેસ નોંધાયા, 24 કલાકમાં 22 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાના નવા 1081 કેસ નોંધાયા, 24 કલાકમાં 22 દર્દીઓના મોત
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 276 કેસ નોંધાયા, 782 દર્દીઓ સાજા થયા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1081 નવા કેસ નોંધાયા છે. જેની સામે 782 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 22 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 276 કેસ નોંધાયા છે.

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 276, અમદાવાદમાં 180, વડોદરામાં 94, રાજકોટમાં 65, ભાવનગરમાં 41, જૂનાગઢમાં 37, બનાસકાંઠામાં 34, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં 29-29, ભરૂચ, દાહોદ, મહેસાણામાં 25-25, ગીર સોમનાથમાં 23, પાટણમાં 21, કચ્છ, વલસાડમાં 19-19, પંચમહાલમાં 18, જામનગરમાં 15, નર્મદા, નવસારીમાં 12-12, ખેડામાં 11, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, મોરબીમાં 10-10, તાપીમાં 6, અમરેલી, અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 3-3, છોટા ઉદેપુરમાં 2 સહિત કુલ 1081 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો - અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    રાજ્યમાં કોરોનાના કારણે 22 દર્દીના મોત થયા છે. જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 4, વડોદરામાં 2 જ્યારે ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, અને રાજકોટમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2305 થયો છે. બીજી તરફ અમદાવાદમાં 170, સુરતમાં 167, રાજકોટમાં 51, વડોદરા, બનાસકાંઠામાં 45-45 ભરૂચમાં 42 સહિત કુલ 782 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

    રાજ્યમાં અત્યારે કુલ 12,795 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 87 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,708 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 39,612 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:July 25, 2020, 19:51 pm