રાજ્યમાં કોરોનાના નવા 1078 કેસ નોંધાયા, 24 કલાકમાં 28 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાના નવા 1078 કેસ નોંધાયા, 24 કલાકમાં 28 દર્દીઓના મોત
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 718 દર્દીઓ સાજા થયા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1078 નવા કેસ નોંધાયા છે. જેની સામે 718 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 28 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 256 કેસ નોંધાયા છે.

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 256, અમદાવાદમાં 210, વડોદરામાં 82, રાજકોટમાં 59, જૂનાગઢમાં 43, નર્મદામાં 40, ભાવનગરમાં 39, જામનગરમાં 34, ગાંધીનગર, દાહોદ, સુરેન્દ્રનગરમાં 31-31, ભરૂચમાં 27, કચ્છમાં 24, મહેસાણા, પાટણમાં 23-23, નવસારીમાં 18, બનાસકાંઠામાં 14, ખેડામાં 13, પંચમહાલમાં 12, ગીર સોમનાથમાં 11, આણંદ,વલસાડમાં 9-9, બોટાદ, મહીસાગરમાં 7-7, છોટા ઉદેપુર, તાપીમાં 5-5, મોરબી, સાબરકાંઠામાં 4-4, અમરેલી, અરવલ્લીમાં 3-3 અને પોરબંદરમાં 1 સહિત કુલ 1078 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો - દેશમાં એક દિવસમાં સર્વાધિક લગભગ 30 હજાર લોકો થયા સાજા, રિકવર રેટ 63.18% થયો

    રાજ્યમાં કોરોનાના કારણે 28 દર્દીના મોત થયા છે. જેમાં સુરતમાં 14, અમદાવાદમાં 5, કચ્છ, પાટણ, વદોડરામાં 2-2 જ્યારે ભાવનગર, બોટાદ અને મોરબીમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2257 થયો છે. બીજી તરફ સુરતમાં 205, અમદાવાદમાં 203, વડોદરામાં 68, ભાવનગરમાં 22 સહિત કુલ 718 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

    રાજ્યમાં અત્યારે કુલ 12,348 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,259 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 37,958 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:July 23, 2020, 20:17 pm

    ટૉપ ન્યૂઝ