રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1310 કેસ નોંધાયા, 1250 દર્દી સાજા થયા, રિકવરી રેટ 85.55% થયો

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1310 કેસ નોંધાયા, 1250 દર્દી સાજા થયા, રિકવરી રેટ 85.55% થયો
(પ્રતિકાત્મક તસવીર)

24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીઓના મોત થયા, આજે રાજ્યમાં કુલ 56,731 ટેસ્ટ કરવામાં આવ્યા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1310 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1250 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3478 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 140055 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,762 છે. આજે રાજ્યમાં કુલ 56,731 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 85.55 ટકા છે.

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 278, અમદાવાદમાં 198, રાજકોટમાં 151, વડોદરામાં 129, જામનગરમાં 86, ગાંધીનગરમાં 45, મહેસાણામાં 36 અને ભરૂચમાં 32 સહિત કુલ 1310 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો - રિલાયન્સે વિકસિત કરી બે કલાકમાં કોવિડ-19ની તપાસનું પરિણામ આપનાર આરટી-પીસીઆર કિટ

    રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં રાજકોટ, અમદાવાદમાં 3-3, સુરત, વડોદરામાં 2-2, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 295, અમદાવાદમાં 258, રાજકોટમાં 164, જામનગરમાં 46, વડોદરામાં 104 સહિત કુલ 1250 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

    રાજ્યમાં અત્યારે કુલ 16,762 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 84 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,678 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 119815 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:October 02, 2020, 20:17 pm

    ટૉપ ન્યૂઝ