કોરોના વાયરસ : રાજ્યમાં નવા 510 કેસ નોંધાયા, 24 કલાકમાં 31 દર્દીના મોત

News18 Gujarati
Updated: June 18, 2020, 8:34 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 510 કેસ નોંધાયા, 24 કલાકમાં 31 દર્દીના મોત
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 317 કેસ નોંધાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 510 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 31 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 317 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 510 કેસમાં અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 9, જામનગરમાં 7, આણંદમાં 6, અરવલ્લી, પાટણમાં 5-5, ભાવનગરમાં 4, બનાસકાંઠા, નવસારીમાં 3-3, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં 2-2 જ્યારે રાજકોટ, બોટાદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા, મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - મોરારિબાપુ પર પબૂભા માણેકે કર્યો હુમલાનો પ્રયાસ, સાસંદ પૂનમબેન માડમે વચ્ચે પડી બચાવ્યા

રાજ્યમાં કોરોનાના કારણે 31 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 6, જ્યારે પાટણ, છોટા ઉદેપુર અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1592 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 389 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 281, સુરતમાં 53, ગાંધીનગરમાં 15, વડોદરામાં 14, આણંદમાં 7, બનાસકાંઠા, નવસારી, પાટણમાં 3-3, અરવલ્લી, ખેડા, વલસાડમાં 2-2, ભાવનગર, દાહોદ, પોરબંદર અને સાબરકાંઠામાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 6239 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6178 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 17829 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 18, 2020, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading