Home /News /gujarat /રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સાજા વધારે થયા, 960 કેસ સામે 1061 દર્દીઓ સ્વસ્થ થયા

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સાજા વધારે થયા, 960 કેસ સામે 1061 દર્દીઓ સ્વસ્થ થયા

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 19 દર્દીના મોત થયા

  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 960 નવા કેસ નોંધાયા છે. જોકે બીજી તરફ 1061 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 19 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 268 કેસ નોંધાયા છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 268, અમદાવાદમાં 199, વડોદરામાં 78, રાજકોટમાં 57, જૂનાગઢમાં 40, ભાવનગરમાં 36, ગાંધીનગરમાં 28, મહેસાણાં 24, બનાસકાંઠામાં 21, વલસાડમાં 19, નવસારીમાં 17, ખેડા, પાટણ, સુરેન્દ્રનગરમાં 15-15, ભરૂચમાં 13, સાબરકાંઠામાં 12, ગીર સોમનાથમાં 11, અમરેલી, દાહોદ, કચ્છમાં 10-10, પંચમહાલમાં 8, આણંદ, બોટાદ, મહીસાગરમાં 7-7, છોટા ઉદેપુર, નર્મદામાં 6-6, અરવલ્લી, મોરબીમાં 4-4, તાપીમાં 2, ડાંગ અને જામનગરમાં 1-1 સહિત કુલ 960 કેસ નોંધાયા છે.

  આ પણ વાંચો - કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે પ્રચાર કરશો, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકીય પક્ષો પાસે સૂચનો માંગ્યા

  રાજ્યમાં કોરોનાના કારણે 19 દર્દીના મોત થયા છે. જેમાં સુરતમાં 10, અમદાવાદમાં 4, કચ્છમાં 2 અને બનાસકાંઠા, નવસારી, રાજકોટમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2127 થયો છે. બીજી તરફ સુરતમાં 337, અમદાવાદમાં 169, રાજકોટમાં 139, વડોદરામાં 102, જૂનાગઢ, ભરૂચમાં 32-32, પાટણમાં 23 સહિત કુલ 1061 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
  " isDesktop="true" id="1000660" >

  રાજ્યમાં અત્યારે કુલ 11,344 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 75 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 11,269 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 34,005 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Coronavirus, Gujarat Corona updates, Jayanti Ravi, Positve cases, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन