રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો યથાવત્, 6447 કેસ નોંધાયા, સાજા થનાર દર્દીઓ વધ્યા

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો યથાવત્, 6447 કેસ નોંધાયા, સાજા થનાર દર્દીઓ વધ્યા
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 67 દર્દીના મોત થયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 6447 કેસ નોંધાયા છે. જેની સામે 9557 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 67 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9269 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.20 ટકા છે.

  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 1895, સુરતમાં 466, વડોદરામાં 639 રાજકોટમાં 290, જામનગરમાં 244, મહેસાણામાં 184, ભાવનગરમાં 152, જૂનાગઢમાં 341, ગાંધીનગરમાં 143, આણંદમાં 214, અમરેલીમાં 186, સાબરકાંઠામાં 182, પંચમહાલમાં 168, ખેડામાં 142, ભરૂચમાં 141, પોરબંદરમાં 108, કચ્છમાં 97 સહિત કુલ 6447 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - વાવાઝોડાએ અમદાવાદમાં તારાજી સર્જી, તસવીરોમાં જુઓ કેવા થયા શહેરના હાલ

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 67 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 12, સુરતમાં 11, રાજકોટમાં 7, વડોદરામાં 4, જામનગરમાં 7, જૂનાગઢમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠા, ગીર સોમનાથ, પાટણ, મહેસાણામાં 2-2 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 2699, સુરતમાં 612, વડોદરામાં 1019, રાજકોટમાં 609, જામનગરમાં 422, મહેસાણામાં 485, પંચમહાલમાં 315, ભાવનગરમાં 300, ગાંધીનગરમાં 275, જૂનાગઢમાં 331, દાહોદમાં 238, આણંદમાં 233, મહીસાગરમાં 210 સહિત કુલ 9557 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 96443 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 755 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 95688 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 660489 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:May 18, 2021, 20:50 pm

  ટૉપ ન્યૂઝ