કોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત

News18 Gujarati
Updated: June 17, 2020, 8:39 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 330 કેસ નોંધાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 520 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 27 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 330 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 520 કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 5, ભાવનગર, રાજકોટ, આણંદ, પાટણ, ખેડામાં 4-4, ગીર સોમનાથ, મહેસાણામાં 3-3, બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં 2-2, જ્યારે મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા અને મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 4 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - માસ્ક પહેર્યા વગર સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ ભરવો પડશે

રાજ્યમાં 27 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરાના 2, આણંદ, ભરુચ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1561 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 223, સુરતમાં 64, વડોદરામાં 24 બનાસકાંઠામાં 10, જામનગર, કચ્છ અને વલસાડમાં 4-4, આણંદ અને પંચમહાલમાં 3-3, ભાવનગર અને નવસારીમાં 2-2, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા અને પાટણમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 6149 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6080 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 17438 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 17, 2020, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading