રાજ્યમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા, 24 કલાકમાં 17 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા, 24 કલાકમાં 17 દર્દીઓના મોત
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 234 કેસ નોંધાયા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 949 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 17 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 234 કેસ નોંધાયા છે.

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 234, અમદાવાદમાં 184, વડોદરામાં 77, રાજકોટમાં 58, ભરૂચમાં 47, ભાવનગરમાં 44, જૂનાગઢમાં 33, ગાંધીનગરમાં 32, નવસારીમાં 30, ખેડા, મહેસાણામાં 21-21, વલસાડમાં 17, દાહોદ, જામનગરમાં 16, કચ્છ, પાટણમાં 15-15, ગીર સોમનાથમાં, સુરેન્દ્રનગરમાં 13-13, સાબરકાંઠામાં 12, બનાસકાંઠામાં 11, પંચમહાલમાં 10, આણંદમાં 8, મોરબી,તાપીમાં 5-5, બોટાદમાં 4, અમરેલી, મહીસાગરમાં 3-3, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને નર્મદામાં 1-1 સહિત કુલ 949 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો - અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બાળક બદલીનો લાગ્યો આરોપ

    રાજ્યમાં કોરોનાના કારણે 17 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 5, રાજકોટ, ભાવનગરમાં 2-2, ગાંધીનગર, પાટણ અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2108 થયો છે. બીજી તરફ સુરતમાં 349, અમદાવાદમાં 165, વડોદરામાં 87, જૂનાગઢમાં 62, ભરૂચમાં 20, નવસારીમાં 18 સહિત કુલ 770 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

    રાજ્યમાં અત્યારે કુલ 11,464 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 11,393 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 32,944 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:July 17, 2020, 20:47 pm