રાજ્યમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા, 24 કલાકમાં 828 દર્દીઓ સાજા થયા

News18 Gujarati
Updated: July 16, 2020, 8:06 PM IST
રાજ્યમાં કોરોનાના નવા 919 કેસ નોંધાયા, 24 કલાકમાં 828 દર્દીઓ સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 10 દર્દીના મોત થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 919 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 10 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 265 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 265, અમદાવાદમાં 181, વડોદરામાં 74, રાજકોટમાં 51, ભાવનગરમાં 50, જૂનાગઢમાં 39, ગાંધીનગરમાં 27, ભરૂચમાં 29, ખેડા, સુરેન્દ્રનગરમાં 20-20, દાહોદ, વલસાડમાં 16-16, બનાસકાંઠામાં 14, મહેસાણામાં 13, કચ્છમાં 11, નવસારીમાં 10, આણંદ, પાટણ, સાબરકાંઠામાં 9-9, અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, પંચમહાલમાં 6-6, મોરબીમાં 5, અરવલ્લીમાં 4, નર્મદામાં 3 અને જામનગર, મહીસાગરમાં 2-2 સહિત કુલ 919 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - કોરોના ઇફેક્ટ : આર્થિક સંકડામણ વધતા વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા

રાજ્યમાં કોરોનાના કારણે 10 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2091 થયો છે. બીજી તરફ સુરતમાં 191, અમદાવાદમાં 188, વડોદરામાં 166, જૂનાગઢમાં 62, રાજકોટમાં 38 અને પાટણમાં 20 સહિત કુલ 828 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 11,302 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 73 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 11,229 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 32,174 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
Published by: Ashish Goyal
First published: July 16, 2020, 7:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading