કોરોના વાયરસ : રાજ્યમાં નવા 514 કેસ નોંધાયા, 24 કલાકમાં 28 દર્દીના મોત

News18 Gujarati
Updated: June 15, 2020, 8:48 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 514 કેસ નોંધાયા, 24 કલાકમાં 28 દર્દીના મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કુલ 24104 કેસ થયા, 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 327 કેસ નોંધાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 514 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 24104 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 28 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 327 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 514 કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગરમાં 15, જામનગર, ભરૂચમાં 9-9, રાજકોટમાં 8, પંચમહાલમાં 7, સાબરકાઠા, જૂનાગઢમાં 4-4, પાટણ અને સુરેન્દ્રનગરમાં 3-3, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં 2-2, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા, અમરેલીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો, આજે મધરાતથી ભાવવધારો લાગુ

રાજ્યમાં 28 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અમરેલીમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1506 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 225, સુરતમાં 58, ગાંધીનગરમાં 24, વડોદરામાં 8, દાહોદ,પાટણમાં 4-4, આણંદ, ખેડામાં 3-3, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે અમરેલી, ભરુચ, દ્વારકા અને નવસારીમાંએક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 5926 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 16672 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 15, 2020, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading