રાજ્યમાં કોરોના નવા 9061 કેસ, સાજા થનાર દર્દીઓ વધ્યા, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

રાજ્યમાં કોરોના નવા 9061 કેસ, સાજા થનાર દર્દીઓ વધ્યા, મૃત્યુઆંકમાં પણ ઘટાડો
પ્રતિકાત્મક તસવીર

આજે કુલ 31,301 વ્યક્તિઓનું રસીકરણ થયું

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 9061 કેસ નોંધાયા છે. જેની સામે 15,076 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 95 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9039 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.84 ટકા છે. અત્યાર સુધીમાં 1,47,83,212 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 31,301 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 2460, સુરતમાં 806, વડોદરામાં 1034 રાજકોટમાં 476, જામનગરમાં 362, મહેસાણામાં 234, ભાવનગરમાં 285, જૂનાગઢમાં 433, ગાંધીનગરમાં 216, આણંદમાં 229, અમરેલીમાં 202, સાબરકાંઠામાં 191, મહીસાગરમાં 181, ગીર સોમનાથમાં 176, દાહોદમાં 170, બનાસકાંઠામાં 167, પાટણમાં 157, ખેડામાં 155, કચ્છમાં 153, અરવલ્લીમાં 140, પંચમહાલમાં 136, વલસાડમાં 118, ભરૂચમાં 180 સહિત કુલ 9061 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - અમદાવાદ : નકલી ડૉકટર સાથે મળી કોવિડ દર્દીની સારવાર કરી મોત આપનાર મહિલા નર્સ રીના ઝડપાઇ

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 95 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 12, સુરતમાં 14, રાજકોટમાં 10, વડોદરામાં 9, જામનગરમાં 7, જૂનાગઢમાં 8, ભાવનગર, મહેસાણામાં 4-4, પાટણ, કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠામાં 3-3 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 7084 સુરતમાં 1058, વડોદરામાં 1036, રાજકોટમાં 620, જામનગરમાં 622, મહેસાણામાં 432, ભાવનગરમાં 426, ગાંધીનગરમાં 290, જૂનાગઢમાં 297, પંચમહાલમાં 404, દાહોદમાં 213, ખેડામાં 210, ગીર સોમનાથમાં 205, કચ્છમાં 190 સહિત કુલ 15076 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 111263 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 791 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 110472 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 624107 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:May 15, 2021, 19:54 pm

  ટૉપ ન્યૂઝ