રાજ્યમાં રેકોર્ડબ્રેક 15,365 લોકોએ કોરોનાને માત આપી, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

રાજ્યમાં રેકોર્ડબ્રેક 15,365 લોકોએ કોરોનાને માત આપી, મૃત્યુઆંકમાં પણ ઘટાડો
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 9995 કેસ નોંધાયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 9995 કેસ નોંધાયા છે. જેની સામે 15,365 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 104 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8944 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.82 ટકા છે. અત્યાર સુધીમાં 1,47,51,911 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 33,050 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 2824, સુરતમાં 850, વડોદરામાં 1068 રાજકોટમાં 622, જામનગરમાં 393, મહેસાણામાં 338, ભાવનગરમાં 308, જૂનાગઢમાં 497, ગાંધીનગરમાં 223, અમરેલીમાં 285, બનાસકાંઠામાં 235, પંચમહાલમાં 298, દાહોદમાં 187, આણંદમાં 178, ખેડામાં 174, ગીર સોમનાથમાં 173, કચ્છમાં 170, સાબરકાંઠામાં 142, ભરુચમાં 131, પાટણમાં 116, મહીસાગરમાં 111, સુરેન્દ્રનગર, વલસાડમાં 109-109, નવસારીમાં 103 સહિત કુલ 9995 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - વાવાઝોડાની અસર કેટલા જિલ્લામાં થશે, જાણો ક્યાં ક્યાં છે અતિભારે વરસાદની આગાહી

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 104 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 16, સુરતમાં 13, રાજકોટમાં 10, વડોદરામાં 10, જામનગરમાં 9, જૂનાગઢમાં 8, ભાવનગર, બનાસકાંઠા, ગીર સોમાનાથ, કચ્છમાં 3-3 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 7279, સુરતમાં 1768, વડોદરામાં 1007, રાજકોટમાં 5601, જામનગરમાં 615, મહેસાણામાં 508, ભાવનગરમાં 458, ગાંધીનગરમાં 330, જૂનાગઢમાં 361,પંચમહાલમાં 328, ગીર સોમનાથમાં 188, આણંદમાં 170 સહિત કુલ 15365 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 117373 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 786 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 116587 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 609031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:May 14, 2021, 20:28 pm