કોરોના વાયરસ : રાજ્યમાં નવા 517 કેસ નોંધાયા, 24 કલાકમાં 33 દર્દીના મોત

News18 Gujarati
Updated: June 13, 2020, 8:42 PM IST
કોરોના વાયરસ : રાજ્યમાં નવા 517 કેસ નોંધાયા, 24 કલાકમાં 33 દર્દીના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)માં કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 517 નવા કેસ નોંધાયા છે.આ સાથે જ રાજ્યમાં કુલ 23,079 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 33 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં (Ahmedabad Coronavirus updates) 344 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 517 કેસમાં અમદાવાદમાં 344, સુરતમાં 59, વડોદરામાં 40, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 6, અરવલ્લી,પંચમહાલ, નર્મદામાં 5-5, ભરૂચ, કચ્છમાં 4-4, રાજકોટ, પાટણ, જામનગર, અમરેલીમાં 3-3, બનાસકાંઠા, ખેડામાં 2-2 જ્યારે મહીસાગર, આણંદ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર અને જૂનાગઢમાં 1-1 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - આચાર્ય બાલકૃષ્ણનો દાવો, પતંજલિએ બનાવી લીધી છે કોરોનાની દવા, 5 થી 6 દિવસમાં સાજા થઈ રહ્યા છે દર્દી

રાજ્યમાં 33 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 3, અમરેલીમાં 2, જ્યારે ભાવનગર અને પાટણમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1449 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 255, સુરતમાં 88, ગાંધીનગરમાં 18, વડોદરામાં 8, બનાસકાંઠામાં 8, મહેસાણા, ભરુચમાં 4-4, બનાસકાંઠા, ખેડા, નવસારી, કચ્છમાં 2-2 જ્યારે અરવલ્લી, દાહોદ, જામનગર, રાજકોટ અને પાટણમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 5739 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5678 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 15891 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: June 13, 2020, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading