રાજ્યમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા, 24 કલાકમાં 502 દર્દીઓ સાજા થયા

News18 Gujarati
Updated: July 11, 2020, 8:12 PM IST
રાજ્યમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા, 24 કલાકમાં 502 દર્દીઓ સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 10 દર્દીના મોત થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 872 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 10 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 270 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 270, અમદાવાદમાં 178, વડોદરામાં 72, ભાવનગરમાં 49, રાજકોટમાં 41, ગાંધીનગરમાં 28, જૂનાગઢમાં 24, ભરૂચમાં 23, ખેડામાં 20, મહેસાણામાં 19, નવસારી, વલસાડમાં 17-17, બનાસકાંઠામાં 12, કચ્છ, સુરેન્દ્રનગરમાં 10-10, જામનગર, સાબરકાંઠામાં 9-9, આણંદ, ગીર સોમનાથમાં 8-8, મોરબી, નર્મદામાં 7-7, મહીસાગરમાં 6, પંચમહાલ, પાટણમાં 5-5, અમરેલી, અરવલ્લીમાં 4-4, દાહોદમાં 3, બોટાદમાં 2, છોટા ઉદેપુર, દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 સહિત કુલ 872 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - કોવિડ-19 માટે બાયોકોનની આ દવાને મળી મંજૂરી, મૃત્યુદર ઓછો કરવામાં થઈ શકે છે સફળ

રાજ્યમાં કોરોનાના કારણે 10 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, જ્યારે દાહોદ, કચ્છ અને પાટણમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2034 થયો છે. બીજી તરફ સુરતમાં 136, અમદાવાદમાં 126, વડોદરામાં 68, જામનગરમાં 29, ભરૂચમાં 18, નવસારીમાં 17, વલસાડમાં 14 સહિત કુલ 502 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 10,308 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 73 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 10,235 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 28,685 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: July 11, 2020, 7:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading