રાજ્યમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા, એક દિવસમાં 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ

રાજ્યમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા, એક દિવસમાં 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીના મોત થયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 481 કેસ નોંધાયા છે. જેની સામે 1256 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9985 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા છે. અત્યાર સુધીમાં 1,97,35,809 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 72 સુરતમાં 85, વડોદરામાં 88, રાજકોટમાં 34, જૂનાગઢમાં 29, જામનગરમાં 19, ગીર સોમનાથમાં 15, ગાંધીનગર, અમરેલી, ભરુચમાં 12-12, આણંદમાં 11, નવસારી, મહીસાગરમાં 10-10, ખેડા, પોરબંદરમાં 9-9, વલસાડમાં 8, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં 7-7, પંચમહાલ, સાબરકાંઠામાં 6-6, મહેસાણામાં 5 સહિત કુલ 481 કેસ નોંધાયા છે.  આ પણ વાંચો - કોરોનાથી મરનારના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની માંગ, SCનો આદેશ - 10 દિવસમાં નિર્ણય કરે કેન્દ્ર

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે સુરત, મહીસાગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર અને તાપીમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 232, સુરતમાં 209, વડોદરામાં 294, રાજકોટમાં 41, જામનગરમાં 53, મહેસાણામાં 152, પાટણમાં 111, જૂનાગઢમાં 66, ભાવનગરમાં 53 સહિત કુલ 1526 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  રાજ્યમાં અત્યારે કુલ 11657 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 296 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 11361 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 797734 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:June 11, 2021, 20:29 pm