રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 875 નવા કેસ, 24 કલાકમાં 441 દર્દી સાજા થયા

News18 Gujarati
Updated: July 10, 2020, 8:41 PM IST
રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 875 નવા કેસ, 24 કલાકમાં 441 દર્દી સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 875 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 269 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 269, અમદાવાદમાં 165, ભાવનગરમાં 71, વડોદરામાં 69, રાજકોટમાં 39, ગાંધીનગરમાં 31, નવસારીમાં 27, જામનગરમાં 23, મહેસાણામાં 21, જૂનાગઢમાં 18, ખેડામાં 17, બનાસકાંઠા, ભરૂચમાં 14-14, દાહોદ,સાબરકાંઠામાં 8-8, આણંદ-પંચમહાલમાં 7-7, મોરબી, વલસાડમાં 5-5, છોટા ઉદેપુર, કચ્છ, પાટણમાં 4-4, અમરેલી, તાપીમાં 3-3, અરવલ્લી, બોટાદમાં 2-2 અને પોરબંદરમાં 1 સહિત કુલ 875 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - અમદાવાદ : આરટીઓ કચેરી વિવાદમાં, ભ્રષ્ટાચારની ગંધ આવતા 4 કર્મચારીઓની બદલી

રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, જ્યારે અરવલ્લી, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2024 થયો છે. બીજી તરફ અમદાવાદમાં 161, સુરતમાં 128, પાટણમાં 21, નવસારીમાં 16, સુરેન્દ્રનગરમાં 15 અને ખેડામાં સહિત કુલ 441 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 9948 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 9880 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 28,183 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: July 10, 2020, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading