રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1332 કેસ નોંધાયા, 1415 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.31% થયો

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1332 કેસ નોંધાયા, 1415 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.31% થયો
(પ્રતિકાત્મક તસવીર)

24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીઓના મોત થયા, આજે રાજ્યમાં કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1332 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1415 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 109627 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,230 છે. આજે રાજ્યમાં કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 82.31 ટકા છે.

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 278, અમદાવાદમાં 167, રાજકોટમાં 150, વડોદરામાં 124, જામનગરમાં 105, ભાવનગરમાં 64, ગાંધીનગરમાં 38, જૂનાગઢમાં 37, પાટણમાં 31, અમરેલી, પંચમહાલમાં 30-30, મોરબીમાં 27, જામનગર, મહેસાણામાં 25-25, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 24-24, મહીસાગરમાં 21, કચ્છમાં 20, દાહોદમાં 18, ગીર સોમનાથમાં 15, બોટાદમાં 14, નવસારીમાં 11, છોટા ઉદેપુર, ખેડા, સાબરકાંઠામાં 10-10, બનાસકાંઠામાં 9, પોરબંદર, નર્મદામાં 8, આણંદ, તાપીમાં 7-7, દેવભૂમિ દ્વારકામાં 5, અરવલ્લીમાં 3, વલસાડમાં 2 સહિત કુલ 1332 નવા કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો - સીરમ ઇન્સ્ટીટ્યૂટે ભારતમાં કોવિડ-19 વેક્સીનના ટ્રાયલ્સ અટકાવ્યા

    રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, સુરતમાં 4-4, અમરેલીમાં 2 જ્યારે ગાંધીનગર, વડોદરા, જામનગર, રાજકોટ, સાબરકાંઠામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 334, અમદાવાદમાં 134, રાજકોટમાં 128, વડોદરામાં 166, જામનગરમાં 201 સહિત કુલ 1415 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

    રાજ્યમાં અત્યારે કુલ 16,230 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 91 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,139 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 90,230 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:September 10, 2020, 19:44 pm

    ટૉપ ન્યૂઝ